Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડાના છલાળામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ ડિગ્રી વગર એલોપેથીક દવા આપતા શખ્સને પકડ્યો

    11 hours ago

    સુરેન્દ્રનગર SOG શાખાએ ચુડા તાલુકાના છલાળા ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપી દર્દીઓની સારવાર કરતો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા આ અભિયાન હાથ ધરાયું હતું. SOG શાખાના કર્મચારીઓ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ ગોહિલ અને સુરેશ ખરગીયાને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, છલાળા ગામે રામદેવપીર મંદિર પાછળની શેરીમાં પ્રતુલ બિસ્વાસ નામનો શખ્સ ભાડેના મકાનમાં ડિગ્રી વગર એલોપેથીક દવાઓ આપી સારવાર કરતો હતો. આ બાતમીના આધારે SOG શાખાના સ્ટાફે મેડિકલ ઓફિસર ક્લાસ-2 ડો. ભાવેશ જે. માલકીયા (ઇન્ચાર્જ પી.એચ.સી. કંથારીયા)ને સાથે રાખીને છલાળા ગામે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી પ્રતુલ અનંત બિસ્વાસ (ઉંમર 38, મૂળ રહે. ઝારખંડ, હાલ રહે. છલાળા, તા. ચુડા) મળી આવ્યો હતો. તેના કબજામાંથી કુલ 68 પ્રકારની અલગ અલગ એલોપેથીક દવાઓ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 12,082 આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ-30 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI ઝેડ.એલ. ઓડેદરા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, HC અમરકુમાર કનુભા ગઢવી, PC કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ, પો.કોન્સ સુરેશભાઈ ભોટાભાઇ ખરગીયા અને ડ્રા.PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોપાલ ઈટાલિયા સંકલન સમિતિની બેઠકમાં ગેરહાજર:વિકાસકાર્યો, જનહિતના પ્રશ્નો અને પ્રવાસન ક્ષેત્રે ચર્ચા;વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન અપાયું
    Next Article
    Social media stars come out in support of Ambalal | વિજ્ઞાન જાથાવાળા સામે આવ્યા પાવડાના હાથાવાળા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment