Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર કચેરીમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિરાકરણ પર ભાર

    13 hours ago

    પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા સ્વચ્છતા, વીજ જોડાણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે નાગરિકોને સ્પર્શતા પડતર અરજીઓ, આરોગ્યલક્ષી સેવાઓ વધારવા, વિવિધ યોજનાઓ હેઠળ સહાય વિતરણ અને અન્ય જરૂરી બાબતો અંગે સકારાત્મક અભિગમ અપનાવી ઝડપી નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, નાયબ વન સંરક્ષક અને પ્રાંત અધિકારી સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની બાહ્ય જાળવણીમાં તંત્રની ઘોર બેદરકારી:​ઉપરકોટ કિલ્લાની દીવાલો ઝાડી-ઝાંખરાથી ઘેરાઈ: પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો
    Next Article
    ગોપાલ ઈટાલિયા સંકલન સમિતિની બેઠકમાં ગેરહાજર:વિકાસકાર્યો, જનહિતના પ્રશ્નો અને પ્રવાસન ક્ષેત્રે ચર્ચા;વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment