Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની બાહ્ય જાળવણીમાં તંત્રની ઘોર બેદરકારી:​ઉપરકોટ કિલ્લાની દીવાલો ઝાડી-ઝાંખરાથી ઘેરાઈ: પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો

    14 hours ago

    જૂનાગઢના વૈશ્વિક પ્રવાસન અને ઐતિહાસિક હેરિટેજ સ્થળ ઉપરકોટ કિલ્લાની બાહ્ય જાળવણીને લઈને સ્થાનિક પ્રશાસનની ઘોર બેદરકારી અને ઉદાસીનતા સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના અધધ ખર્ચે આ કિલ્લાનું ભવ્ય નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ ઐતિહાસિક કિલ્લાની બહારની દીવાલો ઝાડી-ઝાંખરા અને ઉગી નીકળેલા ઘાસથી ઘેરાઈ ચૂકી છે. આ ગંભીર બેદરકારીના કારણે કિલ્લાની મજબૂત દીવાલોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ ઐતિહાસિક ધરોહરની સમયસર સફાઈ અને યોગ્ય રખરખાવ કરવામાં નહીં આવે તો સરકારના કરોડો રૂપિયા પાણીમાં જશે તેવી સ્થિતિ સર્જાઈ છે. ​આ મામલો જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી હર્ષ સંઘવીને એક આક્રોશભર્યો લેખિત પત્ર પાઠવીને તાકીદે પગલાં લેવા માટે ઉગ્ર માંગ કરી છે. આ પત્રની નકલ તેમણે ગુજરાત રાજ્ય ટૂરિઝમ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર તેમજ જૂનાગઢ કલેક્ટરને પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે રવાના કરી છે. તેમણે મંત્રીને પત્ર લખીને સ્પષ્ટ જણાવ્યું છે કે ઉપરકોટ કિલ્લાની અંદરની બાજુએ તો પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ જ ઝીણવટપૂર્વક ચોકસાઈથી મેન્ટેનન્સ થાય છે, પરંતુ કિલ્લાની બહારની દીવાલો તરફ સ્થાનિક તંત્ર કેમ આંધળું-બહેરૂં બન્યું છે તે સમજાતું નથી. ​પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, જૂનાગઢની ઐતિહાસિક ધરોહર એટલે કે આપણો આ ભવ્ય ઉપરકોટ કિલ્લો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ હંમેશાં એ જ વાત પર ભાર મૂક્યો છે કે દેશમાં વિકાસની સાથે સાથે આપણી પ્રાચીન વિરાસતની જાળવણી કરવી પણ એટલી જ જરૂરી છે. જૂનાગઢનું આ અદભુત નજરાણું ગણાતા ઉપરકોટ કિલ્લાનું રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ સરસ રીતે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. આ કિલ્લાની સુંદરતા જોવા માટે વર્ષ દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે અને સરકારની આ બહેતરીન કામગીરીની સરાહના કરે છે. ​સરકારે જેની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે, તેની બાહ્ય સ્થિતિ અત્યારે ખૂબ જ દયનીય બની ગઈ છે. ઉપરકોટની બહારની દીવાલોમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા અને અવાંછિત ઝાડવા ઊગી ગયા છે, જેના લીધે કિલ્લાની ભવ્ય દીવાલો અંદરથી નબળી પડીને ડેમેજ થઈ રહી છે. જ્યારે રાજ્યભરમાંથી અને બહારથી પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે અને ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરે છે, ત્યારે આ ગંદકીના કારણે કિલ્લાની શોભા ઝાંખી પડે છે. આ ધરોહરને થતું નુકસાન અટકાવવા માટે જ મેં પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને વિનંતી કરી છે કે અંદરની જેમ બહારની દીવાલોની પણ સમયાંતરે સફાઈ અને કટિંગ થાય તેવી કડક સૂચના આપવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    219ના રનચેઝમાં ઈન્ડિયન ઓપનર્સની ધમાકેદાર બેટિંગ:જયસ્વાલ-રોહિતની જોડીએ અફઘાન બોલર્સને હંફાવ્યા; યશસ્વીની ફિફ્ટી, રોહિત હાફ સેન્ચુરીની નજીક
    Next Article
    પંચમહાલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર કચેરીમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિરાકરણ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment