Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર- વઢવાણ શહેર ભાજપની નવી ટીમ જાહેર:વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરાઈ, મંડળ સંગઠન સમિતિ સાથે ચર્ચા-વિચારણા બાદ નામ જાહેર

    1 day ago

    ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર વઢવાણ શહેર સંગઠન દ્વારા વિવિધ મોરચાઓના નવા હોદ્દેદારોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલે જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ શુક્લ, એજીએમ મહામંત્રી, જિલ્લા મોરચાના પ્રમુખો અને મંડળ સંગઠન સમિતિ સાથે ચર્ચા-વિચારણા બાદ આ નિમણૂકો કરાઈ છે. આ નિમણૂકોમાં લઘુમતી મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, કિસાન મોરચા, બક્ષીપંચ મોરચા, મહિલા મોરચા અને યુવા મોરચા સહિત શહેર સંગઠનની વિવિધ જવાબદારીઓનો સમાવેશ થાય છે. નવી ટીમમાં ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી તેમજ સોશિયલ મીડિયા અને આઈટી સેલના સંયોજકો સહિતના વિવિધ હોદ્દાઓ પર કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. દેવાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, નવી ટીમના તમામ હોદ્દેદારો સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કાર્ય કરશે. તેઓ પક્ષની વિચારધારા અને જનસેવાનાં કાર્યોને વધુ વેગ આપશે.
    Click here to Read More
    Previous Article
    NEET-UG પરીક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ:211 કેન્દ્રો પર 79,411 ઉમેદવારો આપશે પરીક્ષા, એક્ઝામ સેન્ટરનું લાઈવ મોનિટરીંગ
    Next Article
    ચુડાના છલાળામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ ડિગ્રી વગર એલોપેથી દવા આપતા શખ્સને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment