Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET-UG પરીક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ:211 કેન્દ્રો પર 79,411 ઉમેદવારો આપશે પરીક્ષા, એક્ઝામ સેન્ટરનું લાઈવ મોનિટરીંગ

    23 hours ago

    રાજ્યમાં યોજાનારી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGને લઈને ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા અને કડક વ્યવસ્થાપન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષાના નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા આઈજીપી (લો એન્ડ ઓર્ડર) મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, પરીક્ષાને એક પણ ક્ષતિ વિના સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. 211 કેન્દ્રો પર ભીડના સંચાલન માટે વિશેષ પ્લાન ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, આ વર્ષે ગુજરાતભરમાં કુલ 211 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં 79,411 ઉમેદવારો ડૉક્ટર બનવાના પોતાના સપના સાથે પરીક્ષા આપવાના છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડવાના હોવાથી પરીક્ષા કેન્દ્રો પર ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે રાજ્યના તમામ જિલ્લા અને શહેર પોલીસ યુનિટોને વિશેષ એક્શન પ્લાન સાથે કામ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ઉમેદવારો માટે ટ્રાફિક અને પરિવહનની ખાસ વ્યવસ્થા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું છે. આઈજીપી મકરંદ ચૌહાણે ઉમેર્યું કે, ઉમેદવારો બસ, રેલવે તેમજ પોતાના ખાનગી વાહનો મારફતે સમયસર અને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસ.ટી. નિગમ અને સ્થાનિક ટ્રાફિક પોલીસ સાથે મળીને રૂટ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુપ્તતા અને સુરક્ષા પર વિશેષ ભાર અગાઉની પરીક્ષાઓના વિવાદોમાંથી પાઠ ભણીને આ વખતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત લોખંડી બનાવવામાં આવી છે. સુરક્ષાના આયોજન અંગે વાત કરતા IGPએ જણાવ્યું કે, સુરક્ષા અને પેપરની ગુપ્તતાને લગતી કેટલીક સંવેદનશીલ બાબતો "એલિમેન્ટ ઓફ કોન્ફિડન્સ" હેઠળ આવતી હોવાથી તેને સાર્વજનિક કરી શકાય તેમ નથી પરંતુ, એટલી ખાતરી છે કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને, પેપર લીક કે ગેરરીતિ જેવો કોઈ ખેલ ન ખેલાય અને સમગ્ર પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય તે માટે પોલીસે અભેદ્ય સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. પરીક્ષાના દિવસે ઉમેદવારોની સુવિધા, કડક ચેકિંગ પ્રોટોકોલ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યભરનું વહીવટી અને પોલીસ તંત્ર 24 કલાક એલર્ટ મોડ પર છે. પશ્ચિમ રેલવે દ્વારા વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે NEET-UG રી-એકઝામમાં ભાગ લેતા ઉમેદવારોની વધારાની મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા મણિનગર–બાંદ્રા ટર્મિનસ, ઓખા–ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ રૂટ પર એક-એક જોડી નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હળવદના રાણેકપર સરપંચના પતિની દુકાનમાંથી ₹6.86 લાખનો દારૂ ઝડપાયો:મોરબીમાં રેઢી કારમાંથી 800 લીટર દેશી દારૂ પણ મળ્યો, કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સુરેન્દ્રનગર- વઢવાણ શહેર ભાજપની નવી ટીમ જાહેર:વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરાઈ, મંડળ સંગઠન સમિતિ સાથે ચર્ચા-વિચારણા બાદ નામ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment