Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના રાણેકપર સરપંચના પતિની દુકાનમાંથી ₹6.86 લાખનો દારૂ ઝડપાયો:મોરબીમાં રેઢી કારમાંથી 800 લીટર દેશી દારૂ પણ મળ્યો, કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ જપ્ત

    21 hours ago

    હળવદ અને મોરબી જિલ્લામાં પોલીસે દારૂબંધી ભંગના બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરી છે. હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી રૂ. 6.86 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે મોરબીના વાંકડા ગામ પાસેથી એક રેઢી કારમાંથી રૂ. 1.60 લાખનો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 12.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સરપંચના પતિની દુકાનમાંથી વિદેશી દારૂ હળવદ તાલુકાના રાણેકપર ગામના મહિલા સરપંચના પતિ અને ગામના અગ્રણી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણ ઉડેચાના કબજાવાળી દુકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ હકીકતના આધારે હળવદના PI આર. ટી. વ્યાસની સૂચનાથી પોલીસ સ્ટાફે દુકાનમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 1,632 બોટલો મળી આવી હતી, જેથી પોલીસે 6,86,052 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. વાંકડા ગામની સીમમાંથી બિનવારસી કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો બીજી કાર્યવાહીમાં મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં કાચા રસ્તે એક મહિન્દ્રા TUV 300 કાર નંબર પ્લેટ વગર બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ કારમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ માહિતીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PI એન. એસ. ઘેટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. કારની તલાશી લેતા તેમાંથી 800 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 1.60 લાખ રૂપિયાનો દારૂ અને 4 લાખ રૂપિયાની કાર મળીને કુલ 5.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન કાર ચાલક ફરાર થઈ ગયો હોવાથી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે NEETની રી-એક્ઝામ, તંત્ર સજ્જ:સિંહે મારણ કરેલા યુવકના અંતિમ CCTV, વૃદ્ધને મોઢે ડૂચો દઈ 2.47 કરોડની લૂંટ, વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે
    Next Article
    NEET-UG પરીક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ:211 કેન્દ્રો પર 79,411 ઉમેદવારો આપશે પરીક્ષા, એક્ઝામ સેન્ટરનું લાઈવ મોનિટરીંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment