Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની ફેસબુક પોસ્ટથી વિવાદ:‘શ્રી વલ્લભ પ્રભુ આપશ્રીના ચરણોમાં સદાય બિરાજમાન રહે’ એવી પોસ્ટ કરીને વૈષ્ણવ સમાજની ધાર્મિક ઠેસ પહોંચાડી, વૈષ્ણવ સમાજમાં રોષ, માફીની માંગ કરી

    22 hours ago

    ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ફેસબુક પોસ્ટને લઈને વૈષ્ણવ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ‘શ્રી વલ્લભ પ્રભુ આપશ્રીના ચરણોમાં સદાય બિરાજમાન રહે’ એવા શબ્દો સાથે કરવામાં આવેલી પોસ્ટને વૈષ્ણવ સમાજે પોતાની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ગણાવી સખત વિરોધ નોંધાવ્યો છે. સમાજના આગેવાનો દ્વારા પોસ્ટને તાત્કાલિક પાછી ખેંચી જાહેરમાં માફી માગવાની માંગ ઉઠાવવામાં આવી છે. થોડી વારમાં જ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ પોસ્ટને એડિટ કરીને સુધારી દીધી હતી. આ મામલે દિવ્ય ભાસ્કરે રસિક પ્રજાપતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નહોતો. વૈષ્ણવ સમાજના આગેવાનોનું કહેવું છે કે, વાગેશકુમારજી મહારાજ પ્રત્યે સમાજમાં આદર અને શ્રદ્ધા છે, પરંતુ શ્રી વલ્લભ પ્રભુ તેમના ચરણોમાં બિરાજમાન હોવાનું દર્શાવવું ધાર્મિક પરંપરા અને માન્યતાઓની વિરુદ્ધ છે. આવા પ્રકારના ઉલ્લેખથી વૈષ્ણવ સમાજની લાગણીઓ દુભાઈ છે. ધાર્મિક મહાનુભાવોને લગતી કોઈપણ ટિપ્પણી અથવા રજૂઆત કરતા પહેલા સંવેદનશીલતા જાળવવી જરૂરી છે. વૈષ્ણવ સમાજે રસિક પ્રજાપતિને જાહેરમાં માફી માંગવા અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો તેઓ માફી નહીં માંગે તો વડોદરા સહિત સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. હાલ આ મુદ્દે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. ચાર ગામ વીસા ખડાયતા વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ નૈનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે મેં ફેસબુકના માધ્યમથી જોયું કે, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ દ્વારા ફેસબુક પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી છે. અમે વૈષ્ણવ સમાજ આ બાબતને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આનાથી અમારા વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ છે. રસિકભાઈ આવી વિવાદાસ્પદ પોસ્ટ માટે માફી માંગે, નહીં તો આવનારા સમયમાં વડોદરાના સમગ્ર વૈષ્ણવો ઉગ્ર વિરોધ કરશે. તેઓએ કહ્યું હતું કે, ખરેખર વાગેશકુમાર મહોદયશ્રી અમારા ગુરુ છે અને વાગેશકુમાર વલ્લભ પ્રભુના ચરણોમાં બિરાજમાન હોય. વલ્લભ પ્રભુ કંઈ વાગેશકુમારના ચરણોમાં બિરાજમાન ન હોય. આવી વિવાદાસ્પદ પોસ્ટ મૂકવાથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ છે. અમારા વૈષ્ણવ સમાજની એક જ માંગ છે કે આવી વિવાદાસ્પદ પોસ્ટ ન કરવામાં આવે, વૈષ્ણવ સમાજની લાગણી ન દુભાવવામાં આવે અને તેઓ આ બાબતે માફી માંગે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા જિલ્લા પંચાયત સામે પ્રાથમિક શિક્ષક સંઘના ધરણાં:જૂની પેન્શન યોજના અને TETના ફરજિયાત ચુકાદા સામે ઉગ્ર વિરોધ, નિયમોમાં યોગ્ય છૂટછાટ આપવા રજૂઆત
    Next Article
    વલસાડ કલેક્ટરે અધિકારીઓને આપ્યા કડક નિર્દેશ:ફરિયાદોના જવાબ બેઠક પહેલાં જ આપો, પ્રો-એક્ટિવ અભિગમ અપનાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment