Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લા પંચાયત સામે પ્રાથમિક શિક્ષક સંઘના ધરણાં:જૂની પેન્શન યોજના અને TETના ફરજિયાત ચુકાદા સામે ઉગ્ર વિરોધ, નિયમોમાં યોગ્ય છૂટછાટ આપવા રજૂઆત

    23 hours ago

    મહેસાણા જિલ્લા પંચાયત કચેરી સામે આજે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષાના ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી ચિંધ્યા માર્ગે અને લોકશાહી ઢબે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ એકઠા થઈને પોતાના પડતર પ્રશ્નો મુદ્દે વ્યાપક અસંતોષ અને રોષ પ્રગટ કર્યો હતો. શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વર્ષોથી સેવા આપતા અનુભવી શિક્ષકોની નોકરીનું રક્ષણ કરવા અને નિયમોમાં યોગ્ય છૂટછાટ આપવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. બઢતી મેળવવા માટે TET પાસ કરવી ફરજિયાતનો વિરોધ કરતા શિક્ષકો શિક્ષકોના આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ સુપ્રીમ કોર્ટ દ્વાર તાજેતરમાં 29 મે 2026ના રોજ આપવામાં આવેલો ચુકાદો છે, જે મુજબ સેવામાં ચાલુ રહેવા અને બઢતી મેળવવા માટે શિક્ષક પાત્રતા કસોટી (TET) પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે અને તે માટે 31 ઓગસ્ટ 2028 સુધીની મુદત અપાઈ છે. આ ચુકાદાથી દાયકાઓ પહેલાં પ્રવર્તતા ભરતી નિયમો હેઠળ નોકરીમાં જોડાયેલા હજારો અનુભવી શિક્ષકોમાં ઊંડી ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. શિક્ષકોની નોકરીની સુરક્ષા, બઢતીની તકો અને નિવૃત્તિના લાભો જોખમાશે શિક્ષક સંઘોનું કહેવું છે કે, શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 અને TETની રજૂઆત પહેલાં જેઓની નિમણૂક થઈ ચૂકી છે અને જેમણે પોતાનું સમગ્ર જીવન જાહેર શિક્ષણને મજબૂત કરવા પાછળ સમર્પિત કર્યું છે, તેમના પર આ નિયમ લાગુ કરવો અન્યાયી છે. જો આનો કોઈ નીતિગત ઉકેલ નહીં આવે તો શિક્ષકોની નોકરીની સુરક્ષા, બઢતીની તકો અને નિવૃત્તિના લાભો જોખમાશે, જેની સીધી અસર શાળાઓના કાર્ય અને શિક્ષકોના મનોબળ પર પડશે. નિયમોમાં યોગ્ય છૂટછાટ આપવા શિક્ષકોની રજૂઆત દેશભરના લાખો શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વતી સરકારને વિનંતી કરવામાં આવી છે કે આ મુદ્દે રાજ્ય સરકારો અને શિક્ષક સંગઠનો સાથે તાત્કાલિક પરામર્શ બેઠક યોજવામાં આવે. વર્ષોથી સંતોષકારક સેવા આપનારા શિક્ષકો માટે કાયદાકીય જોગવાઈઓ હેઠળ યોગ્ય છૂટછાટ, મુક્તિ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિઓનો વિચાર કરવો જોઈએ જેથી કુદરતી ન્યાયના હિતમાં નિમણૂક સમયની નીતિઓનું સન્માન જળવાઈ રહે. જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માગ આ ધરણાં પ્રદર્શન દરમિયાન શિક્ષકો દ્વારા વધુ એક મુખ્ય માંગણી બુલંદ કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2005 પછી સેવામાં જોડાયેલા તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ કરી વહીવટી અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારને તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IMD prediction for West Bengal: Heavy rain likely in north, no cyclone threat
    Next Article
    ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની ફેસબુક પોસ્ટથી વિવાદ:‘શ્રી વલ્લભ પ્રભુ આપશ્રીના ચરણોમાં સદાય બિરાજમાન રહે’ એવી પોસ્ટ કરીને વૈષ્ણવ સમાજની ધાર્મિક ઠેસ પહોંચાડી, વૈષ્ણવ સમાજમાં રોષ, માફીની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment