Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ કલેક્ટરે અધિકારીઓને આપ્યા કડક નિર્દેશ:ફરિયાદોના જવાબ બેઠક પહેલાં જ આપો, પ્રો-એક્ટિવ અભિગમ અપનાવો

    21 hours ago

    વલસાડ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે અધિકારીઓને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા અને દર મહિને કામગીરીનો અહેવાલ રજૂ કરવા કડક સૂચના આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ સહિત જનપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મરોલી ગામની જમીનના ક્ષેત્રફળમાં થયેલી વિસંગતતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે કલેક્ટરે ડીઆઈએલઆરને 10 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, સંજાણ બંદર અને નારગોલ વિસ્તારમાં જમીન અને રસ્તા સંબંધિત પ્રશ્નો અંગે પણ સંબંધિત વિભાગોને તપાસના નિર્દેશ આપવામાં આવ્યા હતા. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે ડુંગરી ખાતે પોસ્ટ ઓફિસ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ન થતો હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. કલેક્ટરે પોસ્ટ વિભાગ પાસેથી આ અંગે સ્પષ્ટતા માંગી હતી અને જો જમીનની જરૂર ન હોય તો તેને પરત લેવાની કાર્યવાહી કરવાની વાત કરી હતી. પશુપાલન દવાખાનામાં કાયમી ડોક્ટરની માંગ અંગે પણ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ હતી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને બેંકિંગ સુવિધાઓના અભાવ અંગે રજૂઆત કરી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગોને આ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા સૂચના આપી હતી. બેઠકમાં પીવાના પાણી, ચેકડેમ સર્વે, સરકારી કચેરીઓની સ્વચ્છતા, ઇ-સરકાર વ્યવસ્થા અને ભંગાર સામાનના નિકાલ અંગે પણ મહત્વપૂર્ણ નિર્દેશો આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની ફેસબુક પોસ્ટથી વિવાદ:‘શ્રી વલ્લભ પ્રભુ આપશ્રીના ચરણોમાં સદાય બિરાજમાન રહે’ એવી પોસ્ટ કરીને વૈષ્ણવ સમાજની ધાર્મિક ઠેસ પહોંચાડી, વૈષ્ણવ સમાજમાં રોષ, માફીની માંગ કરી
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાટીદાર સિંગરના પ્રેમલગ્નના વિવાદનું ફરી ભૂત ધૂણ્યું, SBI 50 લાખ લૂંટનો માસ્ટરમાઈન્ટ ચંદનને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment