Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્યોએ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન, નેશનલ અને સ્ટેટ હાઈવે પરના દબાણ અને સ્ટેમ્પ વેન્ડરના પ્રશ્નો રજૂ કર્યા

    12 hours ago

    સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી અને સંતોષકારક ઉકેલ માટે ખંતથી તથા જવાબદારીપૂર્વક કામ કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન પાણી પુરવઠા વિભાગની કામગીરી અને 'નલ સે જલ' યોજના અંતર્ગત ગામોમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા અંગેની વિગતો રજૂ કરાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે સિંચાઈ માટે તળાવો ભરવા અંગે પ્રશ્નો કર્યા હતા. તેમણે સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા નાના-મોટા તળાવોની સંખ્યા અને ખેડબ્રહ્મા તાલુકામાં કેટલા તળાવો ભરવાના બાકી છે તે અંગે જાણકારી માંગી હતી. ધારાસભ્ય વી. ડી. ઝાલાએ હિંમતનગર અને આસપાસના વિસ્તારોના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં રોડ સેફ્ટી, અકસ્માત નિવારણ, હિંમતનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા, અંડરગ્રાઉન્ડ વીજલાઈન, પાવર સપ્લાય, મોદી ગ્રાઉન્ડ, પ્રાથમિક શાળાઓના ઓરડાના પડતર પ્રશ્નો અને સ્ટેમ્પ વેન્ડરોના પ્રશ્નોનો સમાવેશ થાય છે. તેમણે નેશનલ અને સ્ટેટ હાઈવે પરના દબાણ દૂર કરવાની પણ માંગ કરી હતી. સંબંધિત અધિકારીઓએ આ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ ઇડર રેસ્ટ હાઉસના રિનોવેશન, ઇડર-વડાલી વિસ્તારમાં 'નલ સે જલ' યોજના અને શુદ્ધ પીવાના પાણીની સમસ્યા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે રેલવે ગરનાળાના પ્રશ્નો અને ખેડૂતોની જમીન માપણીના વર્ષો જૂના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકના બીજા ભાગમાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો, જમીન માપણીના પ્રશ્નો, રેકોર્ડ સુધારણા અને નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસોનો સમયસર નિકાલ કરવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી.પાટીદાર, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયામાં અંધાધૂંધી:287 જગ્યા સામે 900 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા, પંખા અને બેસવાની સુવિધા ન હોવાથી ઉમેદવારો હેરાન થયા
    Next Article
    પંચમહાલમાં રી-નીટ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ:5 કેન્દ્રો પર 2200 ઉમેદવારો પરીક્ષા આપશે, તંત્રએ કડક સુરક્ષા વ્યવસ્થા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment