Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયામાં અંધાધૂંધી:287 જગ્યા સામે 900 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા, પંખા અને બેસવાની સુવિધા ન હોવાથી ઉમેદવારો હેરાન થયા

    11 hours ago

    ગુજરાતમાં 16,220 જગ્યાઓ પર જ્ઞાન સાહેબની પ્રતિક કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. 11 માસના કરાર આધારિત આ ભરતીમાં મહિને રૂ.21000 નો પગાર આપવામાં આવશે. જેમાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8ના શિક્ષકો માટે વય મર્યાદા 48 વર્ષ રાખવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 287 જગ્યા માટે TET પાસ કરેલા ઉમેદવારોને મેરિટ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વેઇટિંગ હોલમાં પંખા કે બેસવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેને લીધે 900 ઉમેદવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શંભુભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, હું જ્ઞાન સહાયકની ભરતીમાં ઉમેદવારી માટે આવ્યો છું. અત્યારે અહીં પાણી અને પંખાની પૂરતી સુવિધા નથી. સવારે 9 વાગ્યાના બોલાવવામાં આવેલા છે પરંતુ 11 વાગ્યા સુધી હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અંદર બોલાવાયા નથી. હું જસદણ તાલુકામાંથી આવું છું અને સામાજિક વિજ્ઞાન મારો વિષય છે. અહીં DEO કચેરીની કોઈ પણ જાતની ગોઠવણી છે જ નહીં. પહેલા અંદર બોલાવે, પછી બહાર બોલાવે અને ફરી અંદર બોલાવવામાં આવે છે. હાલ હું પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરું છું અહીં જ્ઞાન સહાયકની ઉમેદવારી માટે આવ્યો છું પણ અહીં આ લોકોની કોઈ જ પૂર્વ તૈયારી નથી. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આજે જ્ઞાન સહાયકની ભરતી માટે આજે સવારથી સાંજ દરમિયાન 900 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. જે જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યું હતું ત્યાં અંદર બેન્ચ અને પંખાની વ્યવસ્થા હતી. જોકે બહાર ઉમેદવારો ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા તે બાબતે DEO પટેલે કોઈ જવાબ આપ્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    આપઘાત માટે દુષ્પ્રેરણ આપનાર નાસતો-ફરતો આરોપી ઝડપાયો:ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે આરોપી લાલાને ઘોઘા સર્કલ પાસેથી દબોચ્યો
    Next Article
    સાબરકાંઠામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્યોએ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન, નેશનલ અને સ્ટેટ હાઈવે પરના દબાણ અને સ્ટેમ્પ વેન્ડરના પ્રશ્નો રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment