Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાત માટે દુષ્પ્રેરણ આપનાર નાસતો-ફરતો આરોપી ઝડપાયો:ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે આરોપી લાલાને ઘોઘા સર્કલ પાસેથી દબોચ્યો

    10 hours ago

    ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આપઘાત માટે દુષ્પ્રેરણ કરવાના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા-ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમી મળી ને આરોપી દબોચાયો આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી અનુસાર, પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા-ફરતા આરોપીઓને શોધવા માટે કાર્યરત હતો તે દરમિયાન સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી મેહુલ ઉર્ફે લાલાભાઈ રાજુભાઈ સાટિયા હાલ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલી બી.એમ. કોમર્સ સ્કૂલના ગેઈટ પાસે ઉભો છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. જ્યાં બાતમી વાળા સ્થળેથી મેહુલ ઉર્ફે લાલાભાઈ રાજુભાઈ સાટિયા ઈસમ મળી આવતા પોલીસે તેને ઝડપી લીધી હતો. મેહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ પોલીસે ધરપકડ કરેલા મેહુલ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 108, 308(4), 308(5), 352, 351(2) અને 54 હેઠળ ગુનો નોંધાયેલો હતો. પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીને ઝડપી લઈ તેને વધુ તપાસ માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અફઘાનિસ્તાને ભારતને 219 રનનો ટાર્ગેટ આપ્યો:ત્રીજી વન-ડેમાં કેપ્ટન શાહિદીની સદી, ઓમરઝઈની ફિફ્ટી; પ્રસિદ્ધ ક્રિષ્નાએ 5 વિકેટ ઝડપી
    Next Article
    જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયામાં અંધાધૂંધી:287 જગ્યા સામે 900 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાયા, પંખા અને બેસવાની સુવિધા ન હોવાથી ઉમેદવારો હેરાન થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment