Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં રી-નીટ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ:5 કેન્દ્રો પર 2200 ઉમેદવારો પરીક્ષા આપશે, તંત્રએ કડક સુરક્ષા વ્યવસ્થા કરી

    14 hours ago

    પંચમહાલ જિલ્લામાં આવતીકાલે યોજાનારી રી-નીટ પરીક્ષા માટે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લાના પાંચ પરીક્ષા કેન્દ્રો પર કુલ 2200 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા અને ગેરરીતિ મુક્ત વાતાવરણ જાળવવા માટે સંપૂર્ણ સજ્જતા દાખવવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન જિલ્લાના કુલ પાંચ પરીક્ષા કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા ખાતે આવેલી સરકારી ઈજનેરી કોલેજ, ગદુકપુર ગામ પાસેની સરકારી પોલીટેકનિક કોલેજ, એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલ, વેજલપુર-કાલોલ ખાતેની પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય અને ગોધરા ખાતેની પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલયનો સમાવેશ થાય છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે તા. 21/06/2026 ના રોજ સવારના 10 કલાકથી સાંજના 6 કલાક સુધી જિલ્લાના નિયત પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો અને વાલીઓ માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. પરીક્ષાના દિવસે રી-નીટ (Re-NEET) એડમિટ કાર્ડ, માન્ય આઈડી પ્રૂફ (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ) અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે રાખવા ફરજિયાત છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના નિયમો અનુસાર, ઉમેદવારોએ નિર્ધારિત હળવા કપડાં અને સ્લીપર્સ/સેન્ડલ પહેરીને જવું. બૂટ કે મોટા બટનવાળા કપડાં પહેરવાનું ટાળવું. એડમિટ કાર્ડ પર દર્શાવેલા રિપોર્ટિંગ ટાઈમ મુજબ કેન્દ્ર પર વહેલા પહોંચવું, જેથી છેલ્લી ઘડીની દોડધામ ટાળી શકાય. તંત્ર દ્વારા કરવામાં આવેલા સુચારુ આયોજનથી તમામ 2200 જેટલા ઉમેદવારો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારીઓ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્યોએ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન, નેશનલ અને સ્ટેટ હાઈવે પરના દબાણ અને સ્ટેમ્પ વેન્ડરના પ્રશ્નો રજૂ કર્યા
    Next Article
    સુરત પોલીસની 4 દિવસની ભારે સમજાવટ બાદ જેઠ પીગળ્યા:22 વર્ષીય રીનાના મૃતદેહનો સ્વીકાર કર્યો, 2 વર્ષની માસૂમ દીકરીનો કબજો પણ સોંપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment