Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુજન વિકાસ ફોજ દ્વારા મેંદરડા પીઆઈનું સન્માન:​મેંદરડા પોલીસ સ્ટેશનમાં બહુજન વિકાસ ફોજ અને અનુ. જાતિ સમાજના આગેવાનો દ્વારા પીઆઈ વત્સલ સાવજનું બહુમાન કરાયું​

    11 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે બહુજન વિકાસ ફોજ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજનું યાદગાર ભેટ આપીને અને પુષ્પગુચ્છ વડે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ દેવદાન મૂછડિયા તેમજ અનુસૂચિત જાતિના અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ સામાજિક સુમેળ કઈ રીતે જળવાઈ રહે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલ ચૌહાણ સહિત જિલ્લા ટીમના હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસપૂર્ણ સંબંધો વધુ મજબૂત બને અને સમાજના દરેક વર્ગને ન્યાય તેમજ સુરક્ષાની ભાવના પ્રાપ્ત થાય તે માટે વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ઉમદા ભાવના વ્યક્ત કરી હતી. ત્રણ વર્ષથી જૂનાગઢ જિલ્લામાં પીઆઈ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ​આ સન્માન સમારોહ બાદ જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાન મૂછડિયાએ જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ જિલ્લાના દલિત આગેવાનો, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને બીએમએફ ટીમ દ્વારા મેંદરડાના પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજનું સન્માન કરવામાં આવ્યું છે. તેમણે અધિકારીની કામગીરીની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે વત્સલ સાવજ છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી જૂનાગઢ જિલ્લામાં પીઆઈ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે અને આ અગાઉ તેઓ જૂનાગઢ એ-ડિવિઝન, સી-ડિવિઝન તેમજ વંથલી પોલીસ સ્ટેશનમાં પણ પોતાની સફળ ફરજ બજાવી ચૂક્યા છે, જેથી તેમના વહીવટી અનુભવનો લાભ સમગ્ર જિલ્લાને મળ્યો છે. ​કોઈ ખોટી કાર્યવાહી કરવા મજબૂર કર્યા નથી છેલ્લા બેથી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ આગેવાનોનો વત્સલ સાવજ સાથેનો અનુભવ ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહક રહ્યો છે. સમાજની કોઈપણ સાચી વાત કે ન્યાયિક રજૂઆત હોય ત્યારે તેમણે હંમેશા હકારાત્મક અભિગમ અપનાવીને યોગ્ય કામ કર્યું છે. કાયદાની મર્યાદામાં જે બાબત ખોટી હોય ત્યાં તેમણે આગેવાનોને પણ સ્પષ્ટ વક્તા તરીકે કહી દીધું છે કે આ બાબત ખોટી હોવાથી તેમાં તેઓ મદદરૂપ થઈ શકશે નહીં. સાથોસાથ સમાજના આગેવાનોએ પણ ક્યારેય કાયદા વિરુદ્ધ જઈને ખોટી બાબતોમાં વત્સલ સાવજ પર કોઈ વહીવટી દબાણ લાવવાનો પ્રયાસ કર્યો નથી કે કોઈ ખોટી કાર્યવાહી કરવા મજબૂર કર્યા નથી. ​નીતિવાન અધિકારીઓને પ્રોત્સાહન મળવું જ જોઈએ તેમણે વત્સલ સાવજની કાર્યશૈલીની પ્રશંસા કરતા વધુમાં જણાવ્યું હતું કે તેઓ એક અત્યંત નિષ્ઠાવાન, પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ અધિકારી છે, જેમનામાં ખાસ કરીને સામાન્ય અને નાના માણસો પ્રત્યે ભારે સંવેદનશીલતા રહેલી છે. ગરીબ અને વંચિત વર્ગના લોકોને ન્યાય આપવાની તેમનામાં એક પ્રબળ ઈચ્છાશક્તિ દેખાઈ આવે છે. આગેવાનોને એવો વિચાર આવ્યો કે વત્સલ સાવજ કદાચ આગામી ચાર કે છ મહિનાના સમયગાળામાં બદલી થવાના કારણે જૂનાગઢ જિલ્લામાંથી અન્યત્ર જતા રહે પણ તે પૂર્વે તેમના લોકહિતના કાર્યોની કદર રૂપે તેમનું આદરપૂર્વક ગૌરવ કરવું અનિવાર્ય છે અને વહીવટી તંત્રના આવા નીતિવાન અધિકારીઓને પ્રોત્સાહન મળવું જ જોઈએ. ​પ્રજાલક્ષી કાર્યોની પ્રશંસા કરીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ અંતમાં અનુસૂચિત જાતિ પ્રમુખ દેવદાન મૂછડિયાએ ગૌરવપૂર્ણ શબ્દોમાં જણાવ્યું હતું કે વત્સલ સાવજ જેવા સક્ષમ અધિકારીઓ પોલીસ તંત્રમાં હોવા એ ગર્વની બાબત છે, જેઓ દરેક સમાજની વાતને શાંતિપૂર્વક સાંભળે છે અને પક્ષપાત વિના દરેક વર્ગને સમાન ન્યાય આપે છે. ખોટાને ખોટો કહેવાની અને સાચાને સાચો કહેવાની નૈતિક હિંમત અને વહીવટી શક્તિ ધરાવતા અધિકારીનું બહુમાન કરીને સમગ્ર દલિત સમાજ અને બહુજન વિકાસ ફોજના કાર્યકરો ભારે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. બહુજન વિકાસ ફોજ દ્વારા કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રમાં પીઆઈ દ્વારા કરવામાં આવેલા પ્રજાલક્ષી કાર્યોની પ્રશંસા કરીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારી-પેપરલીક મુદ્દે જામનગરમાં કોંગ્રેસના ધરણા:ખેડૂતોના પ્રશ્નો અને કથળતી કાયદો-વ્યવસ્થા સામે ઉગ્ર સૂત્રોચ્ચારો
    Next Article
    કુરિયર કંપનીમાં રૂ.5.57 લાખના પાર્સલની ચોરીનો પર્દાફાશ:CCTV અને ટ્રાન્ઝેક્શનની તપાસમાં કૌભાંડ ખુલ્યું, શાખા ઇન્ચાર્જ સહિત ચાર કર્મચારીઓ જ ચોર નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment