Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારી-પેપરલીક મુદ્દે જામનગરમાં કોંગ્રેસના ધરણા:ખેડૂતોના પ્રશ્નો અને કથળતી કાયદો-વ્યવસ્થા સામે ઉગ્ર સૂત્રોચ્ચારો

    13 hours ago

    જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે લાલ બંગલા સર્કલ ખાતે 'જન આક્રોશ' ધરણા યોજવામાં આવ્યા હતા. દેશ અને રાજ્યમાં વધતી મોંઘવારી, વારંવાર થતા પેપર લીક કૌભાંડો, ખેડૂતોની દયનીય સ્થિતિ અને કથળતી કાયદો-વ્યવસ્થાના વિરોધમાં આ પ્રદર્શન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલા કાર્યકરો જોડાયા હતા. તેમણે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. ધરણા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે અસહ્ય મોંઘવારીને કારણે સામાન્ય નાગરિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા વચ્ચે મગફળી અને કપાસના ભાવ રૂ. 800 પર પહોંચી ગયા છે, જ્યારે ખાતરના ભાવ વધવાથી ખેતીનો ખર્ચ બમણો થયો છે. આ ઉપરાંત, પેપર લીક કૌભાંડોને લીધે લાખો બેરોજગાર યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 2014માં મનમોહન સિંહની સરકાર વખતે પેટ્રો-ડીઝલ કે ગેસમાં નજીવો ભાવવધારો થતો ત્યારે ભાજપના લોકો રસ્તા પર ઉતરી આવતા હતા. તેની સામે આજે છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. તેમણે ખાતરમાં થયેલા ભાવવધારા અને અસહ્ય મોંઘવારી તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, તાલુકા પ્રમુખ ઈકબાલભાઈ સુમરા સહિત વિવિધ સંગઠનોના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બ્રિજ પર લોખંડની ગ્રીલ કૂદી યુવક આપઘાત કરવા પહોંચ્યો,VIDEO:રાહદારીઓએ સમજાવતા મન પીગળ્યું ને પરત ફર્યો, અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર હાઈવોલ્ટેજ ડ્રામા
    Next Article
    બહુજન વિકાસ ફોજ દ્વારા મેંદરડા પીઆઈનું સન્માન:​મેંદરડા પોલીસ સ્ટેશનમાં બહુજન વિકાસ ફોજ અને અનુ. જાતિ સમાજના આગેવાનો દ્વારા પીઆઈ વત્સલ સાવજનું બહુમાન કરાયું​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment