Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુરિયર કંપનીમાં રૂ.5.57 લાખના પાર્સલની ચોરીનો પર્દાફાશ:CCTV અને ટ્રાન્ઝેક્શનની તપાસમાં કૌભાંડ ખુલ્યું, શાખા ઇન્ચાર્જ સહિત ચાર કર્મચારીઓ જ ચોર નીકળ્યા

    10 hours ago

    વડોદરામાં કાર્યરત સેડોફેક્સ કુરિયર કંપનીમાં અંદાજે રૂ.5.57 લાખના કુરિયર પાર્સલોની ચોરીનો પર્દાફાશ થયો છે. કંપનીના આંતરિક તપાસ દરમિયાન શાખા ઇન્ચાર્જ સહિત ચાર કર્મચારીઓની સંડોવણી સામે આવતા કંપનીના એરિયા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અટલાદરા શાખાના કુરિયર પાર્સલો સતત ગુમ થતા હોવાનું સામે આવ્યું તરસાલી વિસ્તારમાં રહેતા અને સેડોફેક્સ કંપનીના વડોદરા તથા આસપાસના વિસ્તારોના એરિયા મેનેજર કૃણાલ લક્ષ્મણભાઈ નાગર માંજલપુર, અકોટા, છાણી, વાઘોડિયા અને અટલાદરા એમ પાંચ શાખાઓ કાર્યરત છે. સુરત સ્થિત મુખ્ય કચેરીમાંથી મળેલી જાણકારી મુજબ અકોટા અને અટલાદરા શાખાના કુરિયર પાર્સલો સતત ગુમ થતા હોવાનું સામે આવ્યું હતું. CCTV અને ટ્રાન્ઝેક્શનની તપાસમાં ભાંડો ફૂટ્યો કંપની દ્વારા CCTV ફૂટેજની તપાસ કરતાં માંજલપુર શાખાના કર્મચારીઓ રાજેશ સપકાલ અને રોશન માલુસરે કન્ટેનરમાંથી ઉતારેલી કુરિયર બેગો પોતાની એક્ટિવામાં લઈ જતા દેખાયા હતા. ત્યારબાદ ગુમ થયેલા પાર્સલો અંગે ગ્રાહકોનો સંપર્ક કરતાં કેટલાક પાર્સલ ડિલિવર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઓનલાઈન પેમેન્ટની તપાસમાં રકમ કંપનીના કર્મચારી દેવાંગ ઠાકોરના ખાતામાં જમા થઈ હોવાનું બહાર આવ્યું હતું. શાખા ઇન્ચાર્જ સહિત ચાર કર્મચારીઓ જ ચોર કંપનીના અધિકારીઓએ પૂછપરછ કરતાં રાજેશ સપકાલ, દેવાંગ ઠાકોર અને રોશન માલુસરેએ માંજલપુર શાખાના ઇન્ચાર્જ અંકિત કીચનના કહેવાથી પાર્સલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ કેશ ઓન ડિલિવરી પાર્સલો ગ્રાહકોને પહોંચાડી તેમાંથી મળતી રકમ અંકિત કીચનને આપવામાં આવતી હોવાનું પણ જણાવ્યું હતું. 5.57 લાખના પાર્સલની ચોરીનો પર્દાફાશ ને ફરિયાદ નોંધાઈ તા.13 ફેબ્રુઆરીથી 7 જૂન 2026 દરમિયાન રૂ.5.57 લાખના કુરિયર પાર્સલોની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર કૌભાંડ સામે આવતા કંપનીએ અંકિત અનિલકુમાર કીચન, રાજેશ સંતોષ સપકાલ, દેવાંગ તુલસીદાસ ઠાકોર અને રોશન ભાઉસાહેબ માલુસરે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બહુજન વિકાસ ફોજ દ્વારા મેંદરડા પીઆઈનું સન્માન:​મેંદરડા પોલીસ સ્ટેશનમાં બહુજન વિકાસ ફોજ અને અનુ. જાતિ સમાજના આગેવાનો દ્વારા પીઆઈ વત્સલ સાવજનું બહુમાન કરાયું​
    Next Article
    Water tank broken in Modasa, Aravalli | અરવલ્લીના મોડાસામાં પાણીની ટાંકી તોડાઈ | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment