Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં કનેક્શન કપાતા રહીશોમાં રોષ:મહંમદપુરાના રહીશોએ સુવિધાઓ બંધ કરાતા નગરપાલિકામાં કરી રજૂઆત, વૈકલ્પિક વ્યવસ્થાની માગ

    1 day ago

    ભરૂચના મહંમદપુરા રોડ પર આવેલા જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મૂળભૂત સુવિધાઓ અચાનક બંધ થતાં અસરગ્રસ્ત પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે રહીશોએ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવી તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુ દરમિયાન ઇમારત ધસી પડવાનો ભય હોવાથી નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી ઇમારતના વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કર્યા હતા. જોકે, અચાનક સુવિધાઓ બંધ થતાં ગરમી અને બફારાભર્યા વાતાવરણમાં રહીશો અંધકારમય રાત પસાર કરવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું. રહીશોના મતે, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના લેવાયેલા આ નિર્ણયથી તેમના દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે રહીશોની સમસ્યાઓને ધ્યાનમાં રાખી યોગ્ય ઉકેલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    'અધિકારીઓએ આંખ આડા કાન કર્યા, ઘરભેગા કરવા જોઈએ':સુરતમાં 37 હજાર મેટ્રિક ટન રેતીની ચોરી મામલે હાઇકોર્ટનું આકરું વલણ, 'બે વર્ષથી ગેરકાનૂની ખનન, કોઈ જોનાર નથી?'
    Next Article
    EPS-95 પેન્શનર્સનું રાષ્ટ્રીય મહાસંમેલન:ન્યૂનતમ 7500 પેન્શન અને DAની ઉગ્ર માંગ સાથે સરકાર સામે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment