Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EPS-95 પેન્શનર્સનું રાષ્ટ્રીય મહાસંમેલન:ન્યૂનતમ 7500 પેન્શન અને DAની ઉગ્ર માંગ સાથે સરકાર સામે આક્રોશ

    1 day ago

    મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા ડૉ. બી. સી. હોલ ખાતે EPS-95 પેન્શનર્સનું એક વિશાળ રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનમાં વરિષ્ઠ નાગરિકોએ પોતાના હક અને લાંબા સમયથી પડતર માંગણીઓ માટે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી અવાજ બુલંદ કર્યો હતો. છેલ્લા 10 વર્ષથી પોતાના ન્યાય માટે આંદોલન ચલાવી રહેલા પેન્શનરોએ સરકારની નીતિઓ સામે તીખા પ્રહારો કર્યા હતા અને માત્ર આશ્વાસનો આપવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દેશના લાખો નાગરિકો આજે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોકજી રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પેન્શનરો પોતાના હક માટે છેલ્લા એક દાયકાથી સંઘર્ષ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આદરણીય વડાપ્રધાન, નાણામંત્રી તેમજ વર્તમાન શ્રમ મંત્રી મનસુખ માંડવિયા સાથે ડઝનબંધ બેઠકો યોજાઈ ચૂકી છે. દરેક બેઠકમાં સરકાર દ્વારા આ પ્રશ્નને સંવેદનશીલ ગણાવી વહેલી તકે ઉકેલ લાવવાનું આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ધરાતલ પર હજુ સુધી કોઈ નક્કર સકારાત્મક પરિણામ આવ્યું નથી. સરકારની આ ઉદાસીનતાને કારણે દેશના લાખો વરિષ્ઠ નાગરિકો આજે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 36 લાખથી વધુ નિવૃત કર્મચારીઓને 1 હજારથી પણ ઓછુ પેન્શન મહાસંમેલનની મુખ્ય માંગણીઓ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, તમામ પેન્શનરોને ન્યૂનતમ 7500 રૂપિયા માસિક પેન્શન સાથે મોંઘવારી ભથ્થું આપવામાં આવે, કોઈપણ ભેદભાવ વિના વાસ્તવિક પગારના આધારે ઉચ્ચ પેન્શનનો લાભ મળે તેમજ પેન્શનરો અને તેમના જીવનસાથીને મફત તબીબી સુવિધા પૂરી પાડવામાં આવે. દેશમાં હાલ 36 લાખ 60 હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ એવા છે, જેમને માત્ર 1000 રૂપિયા કે તેથી પણ ઓછું નજીવું પેન્શન મળી રહ્યું છે. વર્ષ 1995 ની સરખામણીએ આજે મોંઘવારી આકાશે આંબી ગઈ છે, પરંતુ પેન્શનની રકમમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી કે તેના પર કોઈ મોંઘવારી ભથ્થું ચૂકવાતું નથી. વરિષ્ઠ નાગરિકો સરકાર પાસે મફતમાં કંઈ નથી માંગી રહ્યા, પરંતુ તેમણે પોતાની નોકરી દરમિયાન ભરેલા નાણાંનો હક માંગી રહ્યા છે. અશોકજી રાઉતે આંકડાકીય માહિતી આપતા ચિંતા વ્યક્ત કરી હતી કે, ન્યાયની રાહ જોતા જોતા રોજ સરેરાશ 200 જેટલા વરિષ્ઠ નાગરિકો મૃત્યુ પામી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષમાં લાખો લોકો દુનિયા છોડી ગયા છે. સરકારે દેશના વિકાસ માટે અન્ય મોટા કાર્યો કર્યા છે, પરંતુ વરિષ્ઠ નાગરિકોના જીવતર સાથે જોડાયેલા આ સંવેદનશીલ પ્રશ્નને નાનો ન સમજવો જોઈએ. જો સરકાર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે, તો દેશભરના વરિષ્ઠ નાગરિકોને એકજૂથ કરીને આગામી સમયમાં દેશવ્યાપી આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં કનેક્શન કપાતા રહીશોમાં રોષ:મહંમદપુરાના રહીશોએ સુવિધાઓ બંધ કરાતા નગરપાલિકામાં કરી રજૂઆત, વૈકલ્પિક વ્યવસ્થાની માગ
    Next Article
    ગાંધીનગરમાં હથિયારની હેરાફેરી:ચંદ્રાલા નાકા પોઇન્ટથી બસમાંથી પિસ્ટલ સહિત 55 હજારની મત્તા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો, સગીર દીકરીને લઈ મુસાફરી કરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment