Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં જૂની અદાવતે રિક્ષા ચાલક પર હુમલો:કાકાના દીકરાઓએ ત્રીકમ-પાવડાના દંડાથી માર માર્યો, ગંભીર ઇજા

    14 hours ago

    વલસાડ રેલવે સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક રિક્ષા ચાલક પર તેના જ કાકાના દીકરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વલસાડના કોસંબા રોડ પર રહેતા 41 વર્ષીય સુલતાન ઇકબાલ ભુરિયા શુક્રવારે સાંજે લગભગ 4-30 વાગ્યે રેલવે ટ્રાફિક યાર્ડ ગેટ પાસે શિવનેરી ચાની દુકાન સામે પોતાની રિક્ષામાં બેઠા હતા. તે સમયે તેમના મોટા કાકાના દીકરા સઇદ હુસૈન ભુરિયા ઉર્ફે છન્નુ અને તેના દીકરાઓ અર્શદ સઇદ હુસૈન ભુરિયા ઉર્ફે નવ્વાણુ અને સુફિયાન સઇદ હુસૈન ભુરિયા ત્યાં આવ્યા હતા. જૂની અદાવત રાખીને ત્રણેયે સુલતાન પર ત્રીકમ અને પાવડાના દંડા વડે હુમલો કર્યો હતો. પ્રથમ ફટકો સુલતાનના માથાના કપાળના ભાગે વાગતા તે રિક્ષામાંથી નીચે પડી ગયો અને તેને ચક્કર આવી ગયા. ત્યારબાદ પણ આરોપીઓએ તેને ઢીક્કા-મુક્કી અને લાતો મારી હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં સુલતાનને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ભોગ બનનાર સુલતાન ભુરિયાએ આક્ષેપ કર્યો છે કે, આરોપીઓએ અગાઉ ખોટા દસ્તાવેજો બનાવી જબરદસ્તીથી દરગાહ ખાલી કરાવી લીધી હતી. ઝઘડો ટાળવા સુલતાને દરગાહ છોડી દીધી હતી અને ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો હતો. તેણે ગુજરાન ચલાવવા માટે રિક્ષા લીધી, પરંતુ આરોપીઓએ તેને 'સ્ટેશન તારા બાપનું નથી, મારા બાપનું છે, જો સ્ટેશન પર રિક્ષા ચલાવશે તો તને મારી નાખીશું અને વલસાડ છોડાવી દઈશું' તેવી ધમકીઓ આપી હતી. આ ઘટના અંગે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 118(1), 54 અને જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેલવે પોલીસની ટીમે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમ યોજાય:​કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ: રોડના કામો સત્વરે પૂર્ણ કરવા અને ભેળસેળખોરો સામે પોલીસ ફરિયાદ કરવા કડક આદેશ
    Next Article
    જેતપરમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:15 ખેડૂતોએ મુંડન કરાવી ઉપવાસીઓને સમર્થન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment