Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમ યોજાય:​કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ: રોડના કામો સત્વરે પૂર્ણ કરવા અને ભેળસેળખોરો સામે પોલીસ ફરિયાદ કરવા કડક આદેશ

    15 hours ago

    ​જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી કે જિલ્લામાં રોડ-રસ્તાના મંજૂર થયેલા તમામ કામો પૂર્ણ કરવામાં આવે. તેમણે રોડના કામોને ઝડપથી આગળ વધારવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયાઓ ત્વરિત પૂરી કરવા માર્ગદર્શન આપ્યું હતું અને કામોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કડક આદેશો કર્યા હતા. આ ઉપરાંત જનઆરોગ્યને કેન્દ્રમાં રાખીને કલેક્ટરે ઘી અને દૂધ સહિતના ખાદ્ય પદાર્થોના બજારમાંથી મહત્તમ સેમ્પલ લેવા માટે ખાસ નિર્દેશ આપ્યા હતા, તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદાકીય રીતે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા. કલેક્ટર યોગેશ ચૌધરીએ જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરતા પરસ્પર સંકલનથી જૂનાગઢ જિલ્લાના વિકાસ અને જનકલ્યાણના કામો સાથે મળીને કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ​આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રોડ-રસ્તા, દબાણ, પેશકદમી, ગ્રામ્ય અને વન વિભાગ હેઠળના રસ્તાઓની મરામત, સરકારી મિલકતોની જાળવણી, પુરાતત્વ વિભાગ હેઠળના ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત રાખવા અને ત્યાંથી દબાણો દૂર કરવા, કૃષિ ધિરાણના વ્યાજનું રિબેટ, સિંચાઈ તેમજ નેશનલ હાઈવે પર ચોમાસા દરમિયાન પાણીના નિકાલ સહિતના અનેક પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના સંદર્ભમાં સલગ્ન વિભાગના અધિકારીઓએ પણ પ્રશ્નોના નિવારણ અર્થે સકારાત્મક પ્રત્યુત્તર પાઠવ્યા હતા. કલેક્ટરે ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા આ તમામ પ્રશ્નો સંદર્ભે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપીને સમયમર્યાદામાં પ્રશ્નોનું ઝડપભેર નિવારણ લાવવા માટે તાકીદ કરી હતી. ​વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ અને વિસાવદરના ખેડૂતોને 0% વ્યાજે મળતી લોનમાં જે રિબેટ આપવામાં આવે છે, તે રિબેટ અનેક ગામડાઓમાં ખેડૂતોને વર્ષ 2022-23, 23-24 અને 24-25 એમ છેલ્લા ઘણા વર્ષોથી મળ્યું નથી. આ ગંભીર મુદ્દો તેમણે અલગ-અલગ બેંકના અધિકારીઓ સમક્ષ ઉપસ્થિત કર્યો છે અને બેંકના અધિકારીઓએ આ અંગે હકારાત્મક વલણ અપનાવીને ખાતરી આપી છે કે જે જે ગામોમાં ખેડૂતોનું રિબેટ બાકી છે તેની ફાઈલો વહેલી તકે મંજૂરી માટે મોકલવામાં આવશે, જેથી આજે ખેડૂતોના વ્યાજ રિબેટનો આ મહત્વનો મુદ્દો ઉકેલ તરફ આગળ વધ્યો છે. ​શિક્ષણની કથળેલી સ્થિતિ અને પાઠ્યપુસ્તકોની અછત અંગે ચિંતા વ્યક્ત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં ખાસ કરીને માધ્યમિક શાળાઓના પુસ્તકો હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યા જ નથી, તેમજ બાલવાટિકા અને ધોરણ 1 અને 2ના પુસ્તકો પણ ઘણી શાળાઓમાં પહોંચ્યા નથી. તેમણે મીટિંગમાં કલેક્ટર અને શિક્ષણ વિભાગના અધિકારીઓને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકાર જો ભાર વગરના ભણતરની વાત કરતી હોય, તો વેકેશન ખૂલ્યાના 1 મહિના પછી પણ પુસ્તકો વિના શાળાઓ ચાલી રહી છે તો વિદ્યાર્થીઓ શાળામાં શું ભણે છે અને કેવી રીતે ભણે છે, જેથી આ પુસ્તકો વગરની શાળાઓના ગંભીર મુદ્દે બેઠકમાં વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. ​જમીન અને સેટલમેન્ટના વર્ષો જૂના પ્રશ્નો અંગે વિગતો આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિસાવદરના શોભાવડલા લશ્કર, પિયાવા, મુંડીયા રાવણી, જાવલડી, જાંબુડી, માંડવડીયા, દુધાળા અને રાજપરા સહિતના 14 ગામોમાં સરકાર દ્વારા સાંથણીમાં અને ભૂદાનમાં ખેડૂતોને જે જમીન આપવામાં આવી હતી, તે જમીનોમાં પાછલી તારીખથી અનામત જંગલ જમીનની નોંધ દાખલ થઈ જવાના કારણે ખેડૂતોને તેમની જમીન પર લોન કે અન્ય કોઈ સરકારી લાભો મળતા નથી, જેથી તે અનામત જંગલ જમીનની નોંધો દૂર કરવા બાબતે આજે બેઠકમાં રજૂઆત કરાઈ છે. આ સાથે જ આઝાદી પછી પણ હજુ સુધી સેટલમેન્ટના ગામ તરીકે ગણાતા હસનાપુર, જાંબુથાળા, શિરવાણીયા અને સાદિયાવાવ જેવા ગામોમાં વિધિવત રીતે ગ્રામ પંચાયતની સ્થાપના થાય અને ગામના લોકોને તેમના મૂળભૂત અધિકારો મળે તે માટે તેમણે અગાઉ સરકારમાં અને વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી અને આજે આ સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરતા વહીવટી તંત્ર તરફથી હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો છે. ​ચોમાસાની ઋતુ નજીક હોવાથી પ્રિમોન્સૂનની કામગીરી વિશે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ-ભેસાણ રોડનું જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં આપેલા ડાયવર્ઝનના કારણે ચોમાસું આવતા લોકોને મુશ્કેલી ન પડે તે બાબત માટે આજની મીટિંગમાં ચર્ચા થઈ છે. આ ઉપરાંત સહકારી મંડળીના મહત્વના મુદ્દે તેમણે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે છોડવડી ગામના આશરે 7 થી 8 ખેડૂતોના ખાતામાંથી વર્ષો પહેલા ખોટી રીતે પૈસા ઉપાડીને જે બોજો નાખવામાં આવ્યો હતો, તેમાંથી મુક્તિ આપતા ના-વાંધા પ્રમાણપત્ર એટલે કે બોજા મુક્તિ પ્રમાણપત્ર આપવાની શરૂઆત વહીવટી તંત્ર દ્વારા થઈ છે તે બદલ તેઓ સહકારી તંત્રનો આભાર વ્યક્ત કરે છે. ગરીબો માટેના સરકારી અનાજ વિતરણમાં થઈ રહેલા ભારે વિલંબ અંગે તેમણે જણાવ્યું હતું કે મહિનાની 20 તારીખે, 22 તારીખે કે 25 તારીખે ગામડાની સરકારી દુકાનો સુધી અનાજ પહોંચે છે તે ખરેખર ખોટી બાબત છે, તેથી સમયસર અનાજ ગામડાના દુકાનદાર સુધી પહોંચે અને દુકાનદાર પણ સમયસર ગરીબો સુધી અનાજ પહોંચાડે તેવી ચોક્કસ વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે. ​અંતમાં વન વિભાગ અને અન્ય ગ્રામીણ સમસ્યાઓ અંગે વાત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિસાવદરના કાછીયા નાકાથી સાસણ સુધીનો જે જંગલનો રસ્તો છે, તેને રી-સરફેસ કરીને નવો બનાવવામાં આવે અને નવો બનાવવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ રસ્તાને વર્ષમાં 2 વખત ફરજિયાત મેન્ટેન કરવામાં આવે તે બાબતની ચર્ચા થઈ છે, જેને વન વિભાગ અને આર.એન્ડ.બી.ના બંને અધિકારીઓએ પોઝિટિવ નોંધ તરીકે સ્વીકારી છે. આ સાથે કાલાવડમાં નવી ગ્રામ પંચાયત બનાવવા, સરસઈની આંગણવાડીની સુવિધા તેમજ મોટી મોણપરી, કરિયા અને જામકા ગામોની જર્જરિત પાણીની ટાંકીઓ તોડવા બાબતે પણ ચર્ચા થઈ છે. તેમણે ખાસ કરીને કુબારાવણી ગામનો ગંભીર કિસ્સો રજૂ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2006માં તલાટી મંત્રી દ્વારા હક પત્રક નંબર 6નું આખું રેવન્યુ રેકોર્ડ રજીસ્ટર ગાયબ કે સળગાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે છેલ્લા 20 વર્ષથી ગામના લોકો જમીનના પ્રશ્નો મુદ્દે ભારે હેરાન થતા હતા, પરંતુ આ બેઠકમાં તેનું સુખદ નિરાકરણ આવ્યું છે અને ગુમ થયેલી આશરે 875 જેટલી નોંધોમાંથી વિસાવદરના તાલુકા વહીવટી તંત્રએ મહેનત કરીને 500 જેટલી નોંધો શોધી કાઢી છે. ​આ મહત્વની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિ રહી હતી. આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી તથા પ્રશાંત તોમર, આસિસ્ટન્ટ એસપી રોહિત ડાગર, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. બારડ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    NEET પરીક્ષા માટે સ્પોટ મોક ડ્રીલ સાથે તંત્ર સજ્જ:પાંચ કેન્દ્રો પર 2597 પરીક્ષાર્થીઓ નીટની પરીક્ષા આપશે, થ્રી લેયર સુરક્ષા કવચ સાથે બપોરે 1.30 વાગ્યે એન્ટ્રી બંધ
    Next Article
    વલસાડમાં જૂની અદાવતે રિક્ષા ચાલક પર હુમલો:કાકાના દીકરાઓએ ત્રીકમ-પાવડાના દંડાથી માર માર્યો, ગંભીર ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment