Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પરીક્ષા માટે સ્પોટ મોક ડ્રીલ સાથે તંત્ર સજ્જ:પાંચ કેન્દ્રો પર 2597 પરીક્ષાર્થીઓ નીટની પરીક્ષા આપશે, થ્રી લેયર સુરક્ષા કવચ સાથે બપોરે 1.30 વાગ્યે એન્ટ્રી બંધ

    16 hours ago

    ગાંધીનગર જિલ્લામાં આવતીકાલે રવિવારે લેવાનારી રાષ્ટ્રીય કક્ષાની તબીબી પ્રવેશ પરીક્ષા 'નીટ' (NEET) ને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અગાઉ નીટ પરીક્ષા દરમિયાન પેપર લીક થવાની અને ગેરરીતિઓની જે ઘટનાઓ સામે આવી હતી, તેનાથી પાઠ ભણીને આ વખતે ગાંધીનગર જિલ્લા તંત્ર કોઈપણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી. ભૂતકાળના કડવા અનુભવોને ધ્યાને રાખીને આ વખતે તમામ પરીક્ષા કેન્દ્રો પર અભેદ્ય સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેથી એક પણ ક્ષતિ વિના પારદર્શક રીતે પરીક્ષા સંપન્ન કરાવી શકાય. 5 કેન્દ્રો પર 2597 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા આવતીકાલે યોજાનારી આ મહત્ત્વની પરીક્ષા માટે ગાંધીનગર જિલ્લામાં ખાસ પાંચ પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે: આ પાંચેય કેન્દ્રો મળીને ગાંધીનગર જિલ્લાના કુલ 2597 વિદ્યાર્થીઓ આવતીકાલે ડોક્ટર બનવાના પોતાના સપના સાથે પરીક્ષામાં બેસવાના છે. આ તમામ કેન્દ્રો પર વ્યવસ્થા ચકાસવા માટે આજે એક ખાસ 'સ્પોટ મોક ડ્રીલ'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષાના તમામ પાસાઓનું બારીકાઈથી વિશ્લેષણ કરાયું હતું. ડેપ્યુટી કલેક્ટરનું સુપરવિઝન અને 3-લેયર સુરક્ષા કવચ પેપર લીક માફિયાઓ અને ગેરરીતિ અટકાવવા માટે આ વખતે ડેપ્યુટી કલેક્ટર સ્તરના અધિકારીના સીધા સુપરવિઝન હેઠળ પરીક્ષાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં પ્રથમ વખત પરીક્ષા કેન્દ્રો પર થ્રી-લેયર (ત્રણ સ્તરીય) સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. આ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત ગાંધીનગર લોકલ પોલીસની સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના સશસ્ત્ર જવાનોને કેન્દ્રોની બહાર અને અંદર તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા અને ઈલેક્ટ્રોનિક જામર એક્ટિવ કરી દેવાયા છે. 11 વાગ્યાથી એન્ટ્રી શરૂ, દોઢ વાગ્યા પછી નો-એન્ટ્રી ઉમેદવારોના સઘન મેટલ ડિટેક્ટર ચેકિંગ અને ડિજિટલ વેરિફિકેશન માટે સવારે 11:00 વાગ્યાથી જ કેન્દ્રોમાં પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે બપોરે 1:30 વાગ્યા પછી કોઈપણ વિદ્યાર્થીને કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પરીક્ષાનો સત્તાવાર સમય બપોરે 2:00થી 5:15 વાગ્યા સુધીનો રહેશે. પેપર લીકની ઘટના બાદ બદલાયેલી પેટર્ન મુજબ, વિદ્યાર્થીઓને પ્રશ્નોના શાંતિપૂર્વક જવાબો આપવા માટે આ વખતે 15 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. શિક્ષણવિદો અને એન્જિનિયરિંગના પ્રોફેસરો બન્યા ઓબ્ઝર્વર પરીક્ષા સમિતિના સંયોજક અને કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય આલોકકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, “આ વખતે સુરક્ષા કવચમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓ (CAPF અને BSF) ના જવાનો તૈનાત છે, જેઓ નિરીક્ષણ કેન્દ્ર સાથે સતત સંકલનમાં રહેશે. પરીક્ષા એકદમ નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે આ વખતે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદો અને એન્જિનિયરિંગ કોલેજના અનુભવી શિક્ષકોને ખાસ નિરીક્ષક (Observers) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.”
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, આરોપીની ધરપકડ:રૂપિયાની સગવડ થશે એટલે લગ્ન કરીશું કહી શરીર સંબંધ બાંધતો, 3 માસની બાળકી સાથે યુવતીને તરછોડી દેતા ફરિયાદ નોંધાઈ
    Next Article
    જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમ યોજાય:​કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ: રોડના કામો સત્વરે પૂર્ણ કરવા અને ભેળસેળખોરો સામે પોલીસ ફરિયાદ કરવા કડક આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment