Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે રમત મગજની નહીં, નસીબની બની ચૂકી છે':'દ્રશ્યમ-3'નું ધમાકેદાર ટ્રેલર, ગોવાના સૌથી મોટા 'હાર્ડ-વર્કિંગ ક્રિમિનલ' વિજયને ઘેરવા બે તોફાનો તૈયાર

    7 hours ago

    અજય દેવગનની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ 'દ્રશ્યમ-3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફ્રેન્ચાઇઝીના અંતિમ ભાગમાં વિજય સાલગાંવકર (અજય દેવગન) અને તેના પરિવારનો સામનો મીરા દેશમુખ (તબ્બુ) ઉપરાંત બે નવા તોફાનો એટલે કે સીનિયર વકીલ ઇન્દ્રજીત શેટ્ટી (પ્રકાશ રાજ) અને એસપી ક્રાઇમ બ્રાન્ચ રાજવીર સિંહ તોમર (જયદીપ આહલાવત) સામે થશે. 'દ્રશ્યમ 3: ધ કન્ક્લુઝન'માં મર્ડર મિસ્ટ્રી ઉકેલવાની સાથે કોર્ટરૂમ ડ્રામા પણ જોવા મળશે. ફિલ્મ આ વખતે પણ તેની મહત્ત્વની તારીખ એટલે કે 2 ઓક્ટોબરે રિલીઝ થશે. 'દ્રશ્યમ 3'ને ‘દ્રશ્યમ’ ફ્રેન્ચાઇઝીનો છેલ્લો અધ્યાય ગણાવવામાં આવ્યો છે. આમાં અજય દેવગનનું પાત્ર વિજય સાલગાંવકર ફરી એકવાર પોતાના પરિવારના ડાર્ક સિક્રેટને કાયદાથી બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળશે. ટ્રેલર 2 મિનિટ 52 સેકન્ડ લાંબુ છે. ફિલ્મમાં અજય દેવગન વિજય, તબ્બુ IG મીરા દેશમુખ અને શ્રિયા સરન નંદિનીના પાત્રમાં પરત ફરી રહ્યા છે. આ વખતે જયદીપ અહલાવત અને પ્રકાશ રાજની એન્ટ્રી થઈ છે, જે વિજય વિરુદ્ધની તપાસને વધુ મજબૂત બનાવે છે. વિજય સામે નવો પડકાર ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, મામલો હવે માત્ર દિમાગી રમત નથી રહ્યો, પરંતુ વિજય અને પોલીસ વચ્ચે અસ્તિત્વની લડાઈ બની ગયો છે. અધિકારીઓ પાસે એવો મજબૂત પુરાવો હોવાનો દાવો છે, જે વિજયની બનાવેલી વાર્તા અને તેના બચાવના પુરાવાઓને ખોટા સાબિત કરી શકે છે. જયદીપ અહલાવત ફિલ્મમાં ક્રાઈમ બ્રાન્ચના SPની ભૂમિકામાં છે. તે વિજયને ઓછો આંકવાને બદલે તેની સમજ અને ચાલાકીને ઓળખે છે. આ જ બદલાવ વચ્ચે વિજયનો સામનો પહેલા કરતા વધુ ખતરનાક પડકાર સાથે થાય છે. ટ્રેલરમાં વકીલ ઇન્દ્રજીત શેટ્ટી વિજય માટે કહે છે, “અભણ છે, બેવકૂફ નથી.” જ્યારે એક અન્ય ડાયલોગમાં વિજયને “ગોવાનો સૌથી મોટો હાર્ડ-વર્કિંગ ક્રિમિનલ” કહેવામાં આવ્યો છે. વાર્તામાં દિમાગી રમતથી આગળ વધીને નસીબની ભૂમિકા પણ સામે આવે છે. ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે, “હવે આ રમત મગજની નહીં, નસીબની બની ચૂકી છે.” વિજયનો પરિવાર તેના નિર્ણયોનું સૌથી મોટું કારણ બન્યો છે. વિજય કહે છે, “ફેમિલી માટે માણસ પોતાને દરેક પગલે તોડે છે.” ટ્રેલરનો અંત આ પડકાર સાથે થાય છે, “તમે વિચારી પણ નથી શકતા કે તે સાધારણ માણસ શું થી શું બની શકે છે.” ફિલ્મનું ડિરેક્શન અભિષેક પાઠકે કર્યું છે અને તેને સ્ટાર સ્ટુડિયોઝ અને પેનોરમા સ્ટુડિયોઝે મળીને પ્રોડ્યુસ કરી છે.
    Click here to Read More
    Previous Article
    UP में एक और Masjid पर होगा Bulldozer Action, Yogi Sarkar ने दिया Ultimatum | Saharanpur Masjid
    Next Article
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી:સુપ્રીમ કોર્ટની નોઇડા મેજિસ્ટ્રેટને ફટકાર, CJI બોલ્યા- કોઈપણ મેજિસ્ટ્રેટ આદેશનું ઉલ્લંઘન કરી શકે નહીં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment