Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં રાત્રે ભૂગર્ભ ગટરમાં ટ્રક ફસાઈ:કલાકો સુધી ટ્રાફિક જામ; ક્રેન અને સ્થાનિકોની મદદથી બહાર કઢાઈ

    2 days ago

    ગોધરા શહેરના કલાભાઈ પેટ્રોલ પંપ નજીક રોયલ હોટેલ સામે રાત્રિના સમયે એક ટ્રક ભૂગર્ભ ગટરના ભાગમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી અનુસાર, ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે રસ્તાની બાજુમાં આવેલ ભૂગર્ભ ગટરનો ભાગ અચાનક ધસી પડ્યો હતો. જેના પરિણામે ટ્રકનું એક પૈડું તેમાં ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન સહિતના સાધનોની મદદ લેવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ ટ્રકને સલામત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ રસ્તા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાના સમારકામ અંગે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રણછોડભાઈ દેસાઈનો 69મો જન્મદિવસ, વિવિધ સેવાકીય કાર્યોથી ઉજવણી:પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્યને સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી
    Next Article
    LIC ઓફિસમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો:બે શખસોને ગંગાજળીયા પોલીસે ઝડપ્યા, ઓફિસની અગાસીમાંથી એસીના કોપર પાઇપ ચોરી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment