Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરીનો ભેદ ઉકેલ્યો:LIC ઓફિસની અગાસીમાંથી તાંબાની પાઇપો ચોરનાર રીઢો ગુનેગાર 'નાગ' ઝડપાયો

    9 hours ago

    શહેરમાં મિલકત સંબંધી ગુનાખોરી ડામવા અને શકમંદો પર નજર રાખવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે. એલસીબીએ બાતમીના આધારે એક રીઢા ચોરને તાંબાની પાઇપોના ચોરાયેલા જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. મોતીતળાવ ગૌશાળા પાસે માલ વેચવાની પેરવીમાં હતો આરોપી એલસીબી પોલીસનો સ્ટાફ જ્યારે શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો કુખ્યાત તસ્કર નાસીર હુસૈન ઉર્ફે નાગ રફાઈ (રહે. સુભાષનગર, ભાવનગર) ચોરીનો માલ સગેવગે કરવાની પેરવીમાં છે. તે તાંબાની નાની-મોટી ભુંગળીઓ ભંગારના કંતાનના કોથળામાં ભરીને મોતીતળાવ કામધેનુ ગૌશાળા સામે રોડ પર ગ્રાહકની રાહ જોઈને ઊભો છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે વર્ણન મુજબના સ્થળે ઓચિંતો દરોડો પાડીને નાસીર ઉર્ફે નાગને આંતરી લીધો હતો. પોલીસે તેના કબજામાં રહેલા કંતાનના કોથળાની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં તાંબાની પાઇપો (ભુંગળીઓ) મળી આવી હતી. LIC ઓફિસની અગાસીમાંથી કરી હતી ચોરી પોલીસે જ્યારે પકડાયેલા શખ્સ પાસે તાંબાના આ જથ્થા અંગે ખરીદીના કાયદેસરના આધાર, બિલ કે મંજૂરી પત્ર માંગ્યો, ત્યારે તે કોઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી પોલીસે આ તમામ મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવેલો હોવાની શંકાના આધારે ‘શકપડતી મિલકત’ ગણી કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સ્ટેશને લાવીને કરાયેલી કડક અને સઘન પૂછપરછમાં આરોપી નાસીર હુસૈન ઉર્ફે નાગે પોતે આચરેલા ગુનાની કબૂલાત કરી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે, આ તાંબાની નાની-મોટી પાઇપો તેણે ગંગાજળિયા તળાવ પાસે આવેલી એલઆઈસી (LIC) ઓફિસની અગાસી પરથી ચોરી કરી હતી. કુલ ₹17,100નો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી આશરે 5.5 કિલો વજનની તાંબાની નાની-મોટી ભુંગળીઓ (જેની કિંમત ₹12,100 થાય છે) તથા અન્ય ચોરાયેલી સામગ્રી મળીને કુલ ₹17,100નો મુદ્દામાલ રિકવર કર્યો છે. એલસીબી પોલીસે આરોપી વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધી, આગળની રિમાન્ડ અને કાનૂની તપાસની પ્રક્રિયા માટે તેને ગંગાજળિયા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દાઉદ, થરૂરની પત્નીનું મોત... IPL કનેક્શન પર લલિત મોદીનો ઘટસ્ફોટ:GT-RRની મેચમાં ટૉસ વખતે જોવા જેવી થઈ, હાર્દિકને સાઇડલાઇન કરવા પાછળ કોનો રોલ?
    Next Article
    અનાથ યુવતી પર ત્રણ વર્ષ સુધી શખસે દુષ્કર્મ આચર્યું:લગ્નની લાલચ આપી અલગ-અલગ રૂમ ભાડે રાખી લઈ જતો, પીડિતાના મૃત માતા-પિતાના વિમાના રૂપિયા પણ ખાઈ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment