Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનાથ યુવતી પર ત્રણ વર્ષ સુધી શખસે દુષ્કર્મ આચર્યું:લગ્નની લાલચ આપી અલગ-અલગ રૂમ ભાડે રાખી લઈ જતો, પીડિતાના મૃત માતા-પિતાના વિમાના રૂપિયા પણ ખાઈ ગયો

    9 hours ago

    જામનગર શહેરમાં હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અને નિરાધાર બનેલી એક 26 વર્ષીય યુવતી પર એક શખ્સે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. લગ્નની લાલચ આપી અલગ-અલગ રૂમ ભાડે રાખી યુવતીને લઈ જતો હતો અને શારિરિક શોષણ કરતો હતો. આટલું જ નહીં પીડિતાના મૃત માતા-પિતાના વિમાના રૂપિયા પણ ખાઈ ગયો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્રણ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં માતા-પિતાનું મોત થયું પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગુલાબનગર વિસ્તારમાં રહેતા શાહરૂખ અબ્દુલ હમીરાણી નામના શખ્સે આ યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠાવી, તેને લગ્નની લાલચ આપીને ફસાવી હતી. પીડિતાના માતા-પિતા આશરે ત્રણ વર્ષ પહેલાં અંકલેશ્વર પાસે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, અને ત્યારબાદ સગાસંબંધીઓએ પણ મોઢું ફેરવી લેતા તે એકદમ નિરાધાર અને અનાથ બની ગઈ હતી. યુવકે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી પોતાનું અને પોતાના નાના ભાઈના અભ્યાસનું ગુજરાન ચલાવવા માટે તે ઉદયપુર અને ત્યારબાદ મોરબી ખાતે નોકરી કરતી હતી. આ જ સંઘર્ષના સમયગાળા દરમિયાન, એક પરિચિત યુવતી મારફતે તેનો સંપર્ક શાહરુખ સાથે થયો હતો, જેણે તેણીની પરિસ્થિતિ જાણીને હમદર્દીનું નાટક કરી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી વિરોધ કરતી ત્યારે માર મારી માનસિક ત્રાસ ગુજારતો આ શખ્સે યુવતીને સારો સાથ આપવાની અને લગ્ન કરવાની લાલચ આપીને જામનગર બોલાવી લીધી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2023થી એપ્રિલ 2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન આરોપી શાહરુખે પીડિતાને જામનગરના જુદા જુદા વિસ્તારોના એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રાખી હતી. આ સમયગાળામાં તેણે યુવતીને પત્નીની જેમ રાખી હોવાનો ડોળ કરી, તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પણ યુવતી વિરોધ કરતી ત્યારે આરોપી તેણીને અપશબ્દો બોલી, ઢીકાપાટુનો માર મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો. યુવકથી કંટાળીને યુવતી મોરબી રહેવા જતી રહી હતી સમાજમાં અને સોસાયટીના રહીશો સામે પણ તેને અપમાનિત કરવામાં આવતી હતી. છેલ્લે એપ્રિલ મહિનામાં પણ સવારના સમયે આરોપીએ બળજબરીથી બળાત્કાર ગુજારીને પીડિતાને માર માર્યો હતો, જેનાથી કંટાળીને અને ડરીને યુવતી મોરબી રહેવા જતી રહી હતી. વિમાના રૂપિયાથી ખરીદેલું સોનું પણ પડાવી લીધું શારીરિક અને માનસિક અત્યાચાર ઉપરાંત આ શખ્સે આર્થિક લૂંટ પણ ચલાવી હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા માતા-પિતાના વીમા, ક્લેઇમના જે રૂપિયા યુવતીને મળ્યા હતા, તેમાંથી ભવિષ્ય માટે ખરીદેલું સોનું (બે સોનાના બિસ્કિટ, બે વીંટી અને અડધા ગ્રામની કડલી)આરોપી શાહરુખે પોતાના નામે બિલ બનાવીને બળજબરીથી પડાવી લીધું હતું અને પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી પરિવારનો કોઈ ટેકો ન હોવાથી અને આરોપીના ડરના કારણે પીડિતા લાંબા સમય સુધી પોલીસ ફરિયાદ કરી શકી ન હતી. જોકે, છેવટે તેમના પિતાના એક મિત્રનો સંપર્ક થતાં અને તેમણે હિંમત આપતા, આખરે આ પીડિત યુવતીએ સમાજનો ડર છોડીને જામનગરના સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં શાહરુખ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 64(1) અને 115(2) હેઠળ વિધિવત ફરિયાદ નોંધાવી છે. નિરાધાર દીકરી પર થયેલા આ ઘોર અત્યાચારની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે, અને પોલીસે ગુનો નોંધી આરોપીને કાયદાના સકંજામાં લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચોરીનો ભેદ ઉકેલ્યો:LIC ઓફિસની અગાસીમાંથી તાંબાની પાઇપો ચોરનાર રીઢો ગુનેગાર 'નાગ' ઝડપાયો
    Next Article
    Rajasthan weather changed | રાજસ્થાનના હવામાનમાં મોટો પલટો | Monsoon | Rains | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment