Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં મોતની બે ઘટના:વિજલપોરમાં રત્નકલાકારે આપઘાત કર્યો; ટ્રેનની અડફેટે આધેડનું માથું ધડથી અલગ થયું

    1 day ago

    નવસારી જિલ્લામાં શુક્રવારે બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. એક ઘટનામાં રત્નકલાકારે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હતો, જ્યારે બીજી ઘટનામાં ટ્રેનની અડફેટે એક આધેડનું કરૂણ મોત નીપજ્યું હતું. વિજલપોર વિસ્તારમાં રામનગર પાસે રહેતા 36 વર્ષીય વિજયભાઈ ભાણાભાઈ હળપતિ લાંબા સમયથી ટીબીની ગંભીર બીમારીથી પીડાતા હતા. સારવાર છતાં તબિયતમાં સુધારો ન થતાં તેઓ માનસિક તણાવમાં હતા. આ શારીરિક કષ્ટથી કંટાળીને તેમણે ચીકુવાડીમાં એક ચીકુના ઝાડ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ મૃતકના ભાઈ જીગ્નેશભાઈ હળપતિને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. વિજલપોર પોલીસ મથકના અ.હે.કો. અમરભાઈ ભગવાનભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, જલાલપોર પોલીસ મથકની હદમાં વેડછા અને નવસારી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક થાંભલા નં. 12953 પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી સુરત તરફ જતી ડાઉન ટ્રેનની અડફેટે આશરે 40 થી 55 વર્ષના એક અજાણ્યા આધેડ પુરુષ આવી ગયા હતા. ટ્રેનની પ્રચંડ ગતિને કારણે ટક્કર લાગતા જ આધેડનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જ્યારે તેમના બંને હાથ-પગ ભાંગીને કુરચો થઈ ગયા હતા. પોલીસે આ મામલે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ સમસ્યાઓનું ગઢ બન્યુ, ભ્રષ્ટાચારના પડ્યા ગાબડા:નબળા રોડ રસ્તાના કામથી સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ,6 ઇંચના બદલે 2 ઇંચનો રોડ બનતા અને 10 દિવસથી પાણી ન મળતા કમિશનરને આવેદન
    Next Article
    રૂવાપરી રોડ પર સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા હતા:ભાવનગરના રૂવાપરી રોડ પર જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, પોલીસે 11,150 નો મુદ્દામાલ કબજે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment