Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ સમસ્યાઓનું ગઢ બન્યુ, ભ્રષ્ટાચારના પડ્યા ગાબડા:નબળા રોડ રસ્તાના કામથી સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ,6 ઇંચના બદલે 2 ઇંચનો રોડ બનતા અને 10 દિવસથી પાણી ન મળતા કમિશનરને આવેદન

    1 day ago

    જૂનાગઢ જાણે કે હવે સમસ્યાઓનું ગઢ બની ગયું હોય એમ પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. ક્યારેક ગટરના કામમાં ભ્રષ્ટાચાર તો ક્યારેક સોસાયટીના રસ્તાઓમાં પાણી રેલમછેલમ જોવા મળે છે. આજે શાંતેશ્વર વિસ્તારના રહીશો રામનગર સોસાયટીમાં બનેલા નવા રોડમાં લોટ પાણીને લાકડા થયા હોવાના ગંભીર આક્ષેપો સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા હતા.જૂનાગઢ શહેરમાં થતા વિકાસના કામોમાં અગાઉ પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાના વારંવાર નાગરિકોએ આક્ષેપો કર્યા છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટદારો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે સાંતેશ્વર વિસ્તારમાં રહેતા રહીશોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો. ​સ્થાનિક રહીશ મનસુખભાઈ અમીપરાએ જણાવ્યું હતું કે શાંતેશ્વર રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં જે નવો રોડ બનાવવામાં આવ્યો છે, તે ખૂબ જ નબળી ગુણવત્તાનો છે. આ રોડ બન્યાને હજુ માંડ બે દિવસ થયા છે ત્યાં જ તે અત્યારથી જ તૂટવા લાગ્યો છે. વધુમાં પાણીના જોડાણ માટે હજુ સુધી કોઈ જોડાણ બોક્સ બાંધવામાં આવ્યા નથી કે અન્ય કોઈ પ્રોપર કનેક્શન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત લોકોને સમયસર અને પૂરતું પાણી પણ આપવામાં આવતું નથી. નિયમ મુજબ આ રોડ 6 ઇંચનો બનાવવાનો હતો, પરંતુ તેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 2 થી 3 ઇંચનો જ રોડ બનાવવામાં આવ્યો છે. વાસ્તવિક રીતે કાયદેસરનો રોડ 6 ઇંચનો હોવો જોઈએ. આ પ્રકારની તમામ તકલીફો છેલ્લા દોઢથી બે મહિનાથી સોસાયટીના રહીશો ભોગવી રહ્યા છે. આ નબળી કામગીરીને કારણે રસ્તા પર વાહનો આવી શકતા નથી અને રાહદારીઓને ચાલવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. કનેક્શન આપ્યા વગર જ પાણીની પાઇપો પણ તૂટેલી હાલતમાં પડી છે. આ તમામ બાબતો અંગે આજે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી માંગ છે કે નિયમ અનુસાર તમામ કામગીરી કાયદેસર અને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે.જો આ અંગે કોઈ કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન જેવા આગળના પગલાં ભરવામાં આવશે. ​સોસાયટીના અન્ય એક સ્થાનિક યુવાન મિત રાબડિયાએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં લાંબા સમયથી રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાને લગતા ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી રસ્તાઓ ખોદીને રાખવામાં આવ્યા હતા, પરંતુ તેની અંદર એક પણ નવી પાઇપ લાઇન નાખવામાં આવી નહોતી, જેના કારણે સ્થાનિકોને હરવા-ફરવામાં ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે અગાઉ સ્થાનિક કોર્પોરેટરને પણ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી, છતાં તેમના દ્વારા કોઈ યોગ્ય કામ કરવામાં આવ્યું નથી.સોસાયટીમાં ખરેખર 6 ઇંચનો રોડ બનાવવાનો હતો, પરંતુ તેની સામે કોન્ટ્રાક્ટરે માત્ર 4 ઇંચનો જ રોડ બનાવીને કામ પૂરું કરી દીધું છે. આ નબળા વહીવટ અને ભ્રષ્ટાચાર સામે આજે કલેક્ટરને પણ લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અમારી મુખ્ય માંગણી એ જ છે કે આ રસ્તો ફરીથી નવો બનાવવામાં આવે અને પૂરી ગુણવત્તા જાળવીને ક્વોલિટી વાળું કામ કરવામાં આવે. સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી આવ્યું નહોતું અને હવે જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે પણ સતત બે કલાક સુધી પાણી છોડાતા ખોદેલા રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના લીધે આખી સોસાયટીમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાય છે અને લોકોને ચાલવામાં ભારે તકલીફ પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોને હવે 8ને બદલે 10 કલાક વીજળી મળશે:પાક બચાવવા ઊર્જા વિભાગના તાકીદના આદેશ, વરસાદ ખેંચાતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
    Next Article
    નવસારીમાં મોતની બે ઘટના:વિજલપોરમાં રત્નકલાકારે આપઘાત કર્યો; ટ્રેનની અડફેટે આધેડનું માથું ધડથી અલગ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment