Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂવાપરી રોડ પર સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા હતા:ભાવનગરના રૂવાપરી રોડ પર જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, પોલીસે 11,150 નો મુદ્દામાલ કબજે કર્યો

    1 day ago

    ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગઈકાલે રાત્રિના સુમારે પ્રોહિબિશન અને જુગારની બદીને ડામવા માટે કરવામાં આવેલી પેટ્રોલીંગ દરમિયાન રૂવાપરી રોડ વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમોને પોલીસે 11 હજારથી વધુ ની રોકડા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ પરમાર અને તેમની ટીમ રાત્રિના સમયે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, રૂવાપરી રોડ પર આવેલા ઉલાસ પાસે શંકર મંદિર સામેની ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી 7 શખ્સોને રંગે હાથે જુગાર રમતા ઝડપી લીધા હતા, જેમાં ઝડપાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે બબલી અરવિંદભાઈ રાઠોડ ઉ.મ.40 રહે.રૂવાપરી રોડ, જીગર મુકેશભાઈ રાઠોડ ઉ.મ.23 રહે.સ્ટીલકાસ્ટ ની સામે મફતનગર, વિશાલ શાંતિભાઈ વાજા ઉ.મ.26 રહે.નાના કુંભારવાડા રૂવાપરી રોડ, સંજય ઉર્ફે સંજુ ઉર્ફે કોભાંડ ભોળાભાઈ રાઠોડ ઉ.મ.34 રહે.ખેડુતવાસ રૂવાપરી રોડ, રવિ રમેશભાઈ પરમાર ઉ.મ.34 રહે.ક.પરા પ્રેસ રોડ, વિજયસિંહ દીપસિંહ ગોહિલ ઉ.મ.30 રહે. રૂખડીયા હનુમાન મંદિર, મોતી સ્ટુડિયો પાસે અને હિતેષ મનહરભાઈ ડાભી ઉ.મ.23 રહે.પ્રભુદાસ તળાવ ગદીર એપાર્ટમેન્ટ પાછળ મફતનગર વાળા ઓને ઝડપી લીધા હતા, પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પતા અને રોકડ રકમ મળી કુલ રૂ.11,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો, અને ઝડપાયેલા તમામ શખ્સો સામે ઘોઘારોડ પોલીસે જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં મોતની બે ઘટના:વિજલપોરમાં રત્નકલાકારે આપઘાત કર્યો; ટ્રેનની અડફેટે આધેડનું માથું ધડથી અલગ થયું
    Next Article
    વલસાડમાં 1.08 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરશે:ત્રણ દિવસીય પ્રવેશોત્સવમાં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના બાળકો જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment