Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 1.08 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરશે:ત્રણ દિવસીય પ્રવેશોત્સવમાં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના બાળકો જોડાશે

    2 days ago

    વલસાડ જિલ્લામાં 23, 24 અને 25 જૂન દરમિયાન પ્રગતિ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય શૈક્ષણિક કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ-12 સુધીના કુલ 1,08,197 વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવશે. રાજ્ય સરકારના 100% નામાંકન અને ગુણવત્તાયુક્ત શિક્ષણના સંકલ્પને સાકાર કરવા માટે જિલ્લામાં વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ જણાવ્યું હતું કે, બાલવાટિકામાં 17,452 બાળકો પ્રથમવાર શિક્ષણ શરૂ કરશે. ધોરણ-1માં 2,530 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, જેમાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવનારા બાળકોનો પણ સમાવેશ થાય છે. વધુમાં, ધોરણ-6માં 31,319 વિદ્યાર્થીઓ, ધોરણ-9માં 30,102 વિદ્યાર્થીઓ અને ધોરણ-11માં 24,194 વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક તબક્કામાં પ્રવેશ કરશે. શાળા પ્રવેશોત્સવની સાથે, શિક્ષણ વિભાગે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે 'બેક ટુ સ્કૂલ' અભિયાનને પણ વેગ આપ્યો છે. જિલ્લામાં કરાયેલા વિશેષ સર્વે દરમિયાન, શાળા છોડી ચૂકેલા અથવા શિક્ષણથી વંચિત રહેલા 3,060 બાળકોની ઓળખ કરવામાં આવી છે. આ બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ધોરણ-2થી ધોરણ-12 સુધી પુનઃપ્રવેશ આપવામાં આવશે. ડીપીઈઓ ડી.બી. વસાવાએ જણાવ્યું હતું કે, જો સર્વે બાદ પણ કોઈ બાળક શિક્ષણથી વંચિત રહેશે, તો 'સમગ્ર શિક્ષા અભિયાન' હેઠળ તેમને વિશેષ તાલીમ આપવામાં આવશે. લાંબા સમયથી શાળાથી દૂર રહેલા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ કાર્યક્રમો શરૂ કરાશે. સ્થળાંતર કરતા પરિવારોના બાળકોના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે સિઝનલ હોસ્ટેલની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. આ ત્રણ દિવસીય શૈક્ષણિક કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, શિક્ષકો અને સમાજના આગેવાનો પણ જોડાશે. જિલ્લાના તમામ શાળા રૂટ પર આયોજનબદ્ધ રીતે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. આ મહોત્સવ દ્વારા વલસાડ જિલ્લો દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
    Click here to Read More
    Previous Article
    રૂવાપરી રોડ પર સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા હતા:ભાવનગરના રૂવાપરી રોડ પર જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, પોલીસે 11,150 નો મુદ્દામાલ કબજે કર્યો
    Next Article
    રણછોડભાઈ દેસાઈનો 69મો જન્મદિવસ, વિવિધ સેવાકીય કાર્યોથી ઉજવણી:પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્યને સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment