Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરના ત્રાસથી આધેડનો આપઘાત:આરોપીએ રસ્તામાં રોકી માર માર્યો, પૈસા-મોબાઈલ પણ પડાવી લીધા; લાગી આવતા ઘરે ઝેરી દવા પી લીધી

    1 day ago

    વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને 55 વર્ષીય રિક્ષાચાલકે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ગત 17 જૂને અટલાદરાના કલાલી વિસ્તારમાં વુડાના મકાનમાં રાજુભાઇ ઠાકોરે દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે તેમને ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આધેડે સારવારમાં દમ તોડ્યો પરિવારના આક્ષેપ મુજબ, માંજલપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિ પાસેથી વ્યાજે 20 હજાર રૂપિયા ઉછીના લીધા હતા, જેના કારણે તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને રાજુભાઇએ આપઘાત કર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. અટલાદરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પૈસા અને મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતાઃ પુત્ર આ અંગે મૃતકના પુત્ર સાગર ઠાકોરે જણાવ્યું હતું કે, તેના પિતા રિક્ષા ચલાવતા હતાં. એક દિવસ એક વ્યક્તિએ તેના પિતાને રસ્તામાં રોક્યા હતા અને તેમને માંજલપુર વિસ્તારમાં લઈ જઈને ખૂબ જ માર માર્યો હતો. આ સાથે જ તે વ્યક્તિએ તેના પિતા પાસેથી પૈસા અને મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને તેના પિતાએ ઘરે આવીને ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેઓને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ દમ તોડી દીધો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી યુવકના જણાવ્યા અનુસાર, તેના પિતાને માર મારવાનું મુખ્ય કારણ પૈસાની લેવડદેવડ અને વ્યાજખોરી હતું. તેના પિતાએ અંદાજિત 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને તેઓ છેલ્લા એક વર્ષથી તેનું વ્યાજ નિયમિત ચૂકવી રહ્યા હતાં. પરંતુ આ વખતે વ્યાજ ચૂકવવામાં થોડું મોડું થતાં તેમની સાથે આ પ્રકારનું અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. યુવકે આ બાબતે કડક ન્યાયની માંગણી કરી છે અને પોલીસ કેસ દાખલ કરીને વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ત્રણ ટી.પી. પ્લોટના કબજા સોંપાયા:વર્ષોથી પડતર પ્લોટ સમાલપાટીમાં મૂળ માલિકોને હક્ક અપાયા
    Next Article
    ટ્રક પુલ પરથી 30 ફૂટ નીચે ખાબક્યો, ચાલક જીવતો ભૂંજાયો:આગની લપેટમાં આવી જતાં માત્ર અવશેષો જ હાથ લાગ્યા, પોટલામાં ભરી પોસ્ટમોર્ટ માટે ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment