Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ત્રણ ટી.પી. પ્લોટના કબજા સોંપાયા:વર્ષોથી પડતર પ્લોટ સમાલપાટીમાં મૂળ માલિકોને હક્ક અપાયા

    1 day ago

    પાટણ શહેરમાં નગર રચના યોજના (TP સ્કીમ) હેઠળ વર્ષોથી પડતર રહેલા ત્રણ ફાઇનલ પ્લોટના કબજા મૂળ માલિકોને સોંપવામાં આવ્યા છે. આ કામગીરી પાટણ નગરપાલિકા અને પાટણ વિસ્તાર વિકાસ સત્તામંડળ (PADA) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના અઘારા દરવાજા બહાર આવેલા ફાઇનલ પ્લોટોમાં વિધિવત રીતે કબજા સોંપણી કરાઈ છે. સમાલપાટી વિસ્તારમાં પાંજરાપોળના બે અને મોહનનગર સોસાયટી પાસેનો એક, એમ કુલ ત્રણ પ્લોટના કબજા તેમના મૂળ માલિકોને સુપ્રત કરાયા છે. આ કામગીરી વેળાએ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનર ચંદ્રકાન્તભાઈ સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટી.પી. સ્કીમ નંબર-2 (સમાલપાટી) ના ફાઇનલ પ્લોટ નંબર 153, 154 અને 9/2 ના મૂળ માલિકોને 'ટાઉન પ્લાનિંગ એક્ટ 1976' ના નિયમો અને જોગવાઈઓ અનુસાર PADA દ્વારા માલિકી હક્ક સાથે કબજા સોંપવામાં આવ્યા છે. કબજા સોંપણીની આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણ ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    આરતી સાંગાણી બાદ વધુ એક પાટીદાર સિંગરના પ્રેમલગ્નનો વિવાદ:સુરતમાં રિદ્ધિ રાજપરાના ડ્રમર સાથેના લવમેરેજથી રોષ, બહિષ્કાર ને સમાજના સ્ટેજ પર 'નો એન્ટ્રી' માટે અગ્રણીનું આહવાન
    Next Article
    વ્યાજખોરના ત્રાસથી આધેડનો આપઘાત:આરોપીએ રસ્તામાં રોકી માર માર્યો, પૈસા-મોબાઈલ પણ પડાવી લીધા; લાગી આવતા ઘરે ઝેરી દવા પી લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment