Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરતી સાંગાણી બાદ વધુ એક પાટીદાર સિંગરના પ્રેમલગ્નનો વિવાદ:સુરતમાં રિદ્ધિ રાજપરાના ડ્રમર સાથેના લવમેરેજથી રોષ, બહિષ્કાર ને સમાજના સ્ટેજ પર 'નો એન્ટ્રી' માટે અગ્રણીનું આહવાન

    1 day ago

    તાજેતરમાં જ ભારે ચર્ચામાં આવેલા પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ (ડ્રમર) જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે. પાટીદાર સમાજના સ્ટેજ પર 'નો એન્ટ્રી', હિરેન રુદ્રાનું આહવાન આ ઘટના પ્રકાશમાં આવતા જ પાટીદાર સમાજના અગ્રણી હિરેન ભેસાણીયા (રુદ્રા) એ ફેસબુક પર આક્રમક પોસ્ટ મૂકીને સમગ્ર સમાજને જાગૃત થવા અપીલ કરી છે. તેમણે પાટીદાર સમાજના તમામ મંડળો, સંસ્થાઓ અને આયોજકોને સંગઠિત થવા આહવાન કર્યું છે કે, હવે પછી સમાજના એક પણ સામાજિક, ધાર્મિક કે રાસોત્સવના કાર્યક્રમમાં ગાયિકા રિદ્ધિ રાજપરા અને રિધમ પ્લેયર જયેશ વાઘેલાને મંચ પર સ્થાન આપવામાં ન આવે. સમાજના ગૌરવ અને સંસ્કારોને ઠેસ પહોંચાડનારા કલાકારોનો સામાજિક સ્તરે બહિષ્કાર થવો જોઈએ તેવી માગ ઉઠી છે. સમાજના અગ્રણીએ દીકરીનું ઘર બચાવવા કર્યા હતા પ્રયાસો હિરેન રુદ્રાએ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, આ મામલે સમાજ સ્તરે દીકરીને બચાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કપલ ગત 20મે 2026ના રોજ ઘરેથી ભાગી ગયું હતું. મને જાણ થતાં જ મેં તાત્કાલિક રિદ્ધિના પિતાનો સંપર્ક કર્યો અને આ બંનેને મારી ઓફિસે બોલાવ્યા હતા. મેં દીકરીને સમાજની ગરિમા, માતા-પિતાની આબરૂ અને તેની ઉજ્જવળ કારકિર્દીનો વાસ્તવિક ચિતાર આપીને માન-સન્માન સાથે ઘરે પાછા વળી જવા ખૂબ સમજાવી હતી. યુવકને પણ દીકરીનું ભવિષ્ય ન બગાડવા કહ્યું હતું, પરંતુ બંને કલાકારો પોતાની જીદ પર અડગ રહ્યા હતા. માતા-પિતા આઘાતમાં, દીકરીના વિશ્વાસઘાતથી પરિવાર ભાંગી પડ્યો પાટીદાર સમાજમાં સંસ્કારો અને પરિવારની આબરૂનું સ્થાન હંમેશાં સર્વોપરી રહ્યું છે. રિદ્ધિએ તેના માતા-પિતાને ક્યારેય સમાજમાં નીચું જોવું નહીં પડે તેવો ભરોસો આપ્યો હતો. પરંતુ, દીકરીના આ અચાનક પગલાંથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. સમાજમાં સન્માનપૂર્વક જીવતા માતા-પિતા હાલ એટલા મોટા આઘાતમાં છે કે તેઓ કોઈની પણ સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. પાટીદાર દીકરીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવાનો ટ્રેન્ડ આ ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા સામાજિક અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, અન્ય સમાજના કેટલાક તત્વો દ્વારા પાટીદાર સમાજની ઉભરતી સિંગર દીકરીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે, જે હવે એક ચોક્કસ ટ્રેન્ડ બની રહ્યો છે. જોકે, આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદો હાથમાં લેવા માંગતા નથી, પરંતુ પાટીદાર સમાજ પોતાની શક્તિ અને સંગઠનથી આ કલાકારોનો સામાજિક અને વ્યવસાયિક બહિષ્કાર કરીને યોગ્ય સંદેશ આપશે. અગાઉ આરતી સાંગાણીના કિસ્સામાં પણ પાટીદાર સમાજે એકસૂત્રતા બતાવી હતી, ત્યારે હવે રિદ્ધિ રાજપરાના કિસ્સામાં પણ સમાજમાં દીકરીઓની સુરક્ષા અને સંસ્કારોને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રિદ્ધિ રાજપરા એ જય વાઘેલા સાથે પ્રેમલગ્ન કરી લીધા ગત 20 મેના રોજ રિદ્ધિ રાજપરા જય વાઘેલા સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ બંને પ્રેમ લગ્ન કરી લીધા છે. પરિવાર અને સમાજના અગ્રણીઓ દ્વારા દીકરીને પરત આવવા માટે સમજાવવામાં આવી રહી છે. જોકે દીકરી પરત ફરવા તૈયાર થઈ રહી નથી. પરિવારની એક જ માંગ છે કે જે રીતે નીકળી ગઈ છે તે રીતે પાછી આવી જાય. રિદ્ધિ રાજપરામાંથી નામ આરજે વાઘેલા કર્યું વિધિ રાજપરાએ જય વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લીધા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ પોતાનું નામ રિદ્ધિ રાજપરાની જગ્યાએ આરજે વાઘેલા કરી દીધું છે. એટલે રિદ્ધિ રાજપરા પણ આરતી સાંગાણીના પગલે ચાલી રહી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. સમાજ દ્વારા કરવામાં આવેલી અપીલના પગલે રીધી રાજપરા અને જય વાઘેલાના કાર્યક્રમને પણ કેન્સલ કરાવતા હોય તેવું પણ સામે આવ્યું છે. રિદ્ધિ રાજપરા કોણ છે? સુરતમાં રિદ્ધિ રાજપરા પરિવાર સાથે રહે છે. મૂળ ભાવનગર મહુવાના રહેવાસી છે. રિદ્ધિ પરિવારની એકની એક દીકરી છે જ્યારે તેના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે અને દીકરીને સિંગર બનાવવા માટે નાનપણથી જ સપોર્ટ કરી રહ્યા હતા. રિદ્ધિ છેલ્લા સાત આઠ વર્ષથી સિંગર તરીકે કામ કરી રહી છે. પાટીદાર સમાજના કાર્યક્રમોમાં રિદ્ધિને સ્ટેજ આપવામાં આવતું હતું. આ પણ વાંચો... 'ભગવાન આવા સમાજમાં ક્યારેય દીકરી ના આપે', પાટીદાર સિંગરે રડતાં રડતાં વેદના ઠાલવી સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે આરતીએ તેના પિતાની અપીલને ફગાવીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા. સવારે આરતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને બપોર બાદ રડતા રડતા વેદના ઠાલવી હતી. આ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે, દીકરી મરી-મરીને જીવે એ પોસાય છે, હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે? તો બીજી તરફ આરતીના આ પ્રકારના એક બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર આવતા સમાજના આગેવાન વિજય માંગુકીયાએ નારાજગી વ્યકત કરી હતી. સાથે કહ્યું હતું કે, છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી લગ્ન શક્ય નથી. જ્યારે મૈત્રી કરારમાં રહેતા હોય ત્યારે મંગળસૂત્ર અને સેથો પૂરી વીડિયો બનાવી સમાજ પર આગળી ચીંધવી યોગ્ય નથી. સંપૂર્ણ સમાચાર વાંચો... દીકરી પાછી આવે તો પિતા અપનાવવા તૈયાર આરતી સાંગાણીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરતા પરિવારમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે, પિતાના હૃદયમાં દીકરી પ્રત્યેની લાગણી અકબંધ હોવાથી, તેમણે જાહેરમાં અપીલ કરી હતી કે જો આરતી ભૂલ સુધારીને પાછી આવે, તો તેઓ તેને ફરીથી સ્વીકારવા અને અપનાવવા માટે તૈયાર છે. પિતાની આ વાતને સમાજના લોકોએ આવકારી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… કિંજલથી લઈને આરતી સાંગાણી, જીવનસાથી માટે યુવતીઓ સમાજ સામે પડી વિકાસના પર્યાય બનેલા ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવેએ અન્ય સમાજના યુવક સાથે કરેલી સગાઈ, ભાવનગરની પ્રિયા મોરડિયા અને સુરતની આરતી સાંગાણીએ કરેલા લવમેરેજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યાં છે. આંતરજ્ઞાતિય લગ્નને લઈ સમાજમાં રીતસરના બે ફાંટા પડી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર સહિતના સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પ્રેમલગ્નના કિસ્સામાં માતાપિતાની સહમતી લેવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. સમાજમાં શા માટે લવમેરેજનો વિરોધ થઈ રહ્યો છે અને એનો ઉકેલ શું હોઈ શકે? આ બાબતે દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા સોશિયોલોજિસ્ટ વિદ્યુત જોશી અને ગૌરાંગ જાની સાથે વાતચીત કરી હતી. સૌપ્રથમ ગુજરાતમાં જે ત્રણ મામલા ચર્ચામાં છે એની એક બાદ એક વાત કરીએ. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ઓફિસમાં ફેસ સ્કેન કરી તરત ઘર ભેગા, ગુલ્લીબાજો CCTVમાં કેદ:રાજકોટ મનપાની ત્રિપુટીના કારનામા, મેનેજર સામે એક નનામી અરજી થઈ ને ખેલ ખૂલ્યો
    Next Article
    પાટણમાં ત્રણ ટી.પી. પ્લોટના કબજા સોંપાયા:વર્ષોથી પડતર પ્લોટ સમાલપાટીમાં મૂળ માલિકોને હક્ક અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment