Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર હોસ્પિટલમાં જટિલ બાયપાસ સર્જરી સફળ:ગંભીર હૃદયરોગથી પીડાતા દર્દીને મળ્યું નવજીવન

    1 day ago

    સુરેન્દ્રનગર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલમાં એક ગંભીર હૃદયરોગથી પીડાતા દર્દીની ઇમરજન્સી કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ (CABG) સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ જટિલ સર્જરી બાદ દર્દીને નવજીવન મળ્યું છે. દર્દીને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઉચ્ચ જોખમ ધરાવતા ગંભીર હૃદયરોગથી પીડાઈ રહ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દીના હૃદયની કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી અને હૃદયની મુખ્ય ત્રણેય ધમનીઓમાં ગંભીર બ્લોકેજ હતા. આથી, તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જટિલ સર્જરી હોસ્પિટલના ડો. સુરેન્દ્ર વી. વી. બી. સિંહ અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જિકલ, એનેસ્થેસિયા અને ક્રિટિકલ કેર ટીમના સંયુક્ત પ્રયાસોથી આ ઓપરેશન સફળ રહ્યું. સર્જરી બાદ દર્દીને સઘન સારવાર અને સતત દેખરેખ હેઠળ ICUમાં રાખવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં, સ્થિર હાલતમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે આ સફળ સર્જરી અદ્યતન કાર્ડિયાક કેર, અનુભવી તબીબોની ટીમ અને દર્દી-કેન્દ્રિત આરોગ્ય સેવાઓ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રક પુલ પરથી 30 ફૂટ નીચે ખાબક્યો, ચાલક જીવતો ભૂંજાયો:આગની લપેટમાં આવી જતાં માત્ર અવશેષો જ હાથ લાગ્યા, બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ
    Next Article
    મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં નારી શક્તિ જોડાઈ:ખાનગી વીજ કંપની સામે 9 લોકોના આમરણાંત ઉપવાસ, વળતરની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment