Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં દુર્ગા ઓવરબ્રિજ પર ગર્ડર લોન્ચિંગની કામગીરી શરૂ:બે મહાકાય ક્રેન દ્વારા 9 ગર્ડર લોન્ચ કરાશે, દિવાળી પહેલા બ્રિજ ખુલ્લો મુકાવાની શક્યતા

    5 days ago

    હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજ પર બાકીના 9 સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. અગાઉ 17 દિવસ પહેલા ચાર ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા હતા. આ 700 મીટર લાંબા અને 8.5 મીટર પહોળા દુર્ગા રેલવે ઓવરબ્રિજ પર 7 ઓગસ્ટના રોજ રેલવે ફાટક પર 121 ટનના ચાર સ્ટીલ ગર્ડર લોન્ચ કરાયા હતા. ત્યારબાદ તેને લગતી અન્ય કામગીરી ચાલી રહી હતી. કુલ 42 ગર્ડર ધરાવતા આ ઓવરબ્રિજમાં ત્રણ સ્પાનમાં 9 ગર્ડર લોન્ચ કરવાની કામગીરી રવિવારે બપોરે બે ક્રેન દ્વારા શરૂ થઈ હતી. જેમાં એક 200 ટનની અને બીજી 250 ટનની ક્રેનનો ઉપયોગ કરાયો હતો. 50 ટન વજનના અને 25 મીટર લાંબા એક ગર્ડરને લોન્ચ કર્યા બાદ બીજો ગર્ડર પણ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે બાકીના 7 ગર્ડર લોન્ચ કરવાની કામગીરી ચાલુ રહેશે. છાપરિયા તરફ ઓવરબ્રિજનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જ્યારે સિવિલ તરફના બીજા ભાગમાં કલરકામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીને જોતા આગામી દિવાળી પહેલા આ ઓવરબ્રિજ તૈયાર થઈ જવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ગૌશાળામાં ગૌમૂત્ર-છાણમાંથી બની રહી છે ખાસ રાખડીઓ:ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' ઘોષિત કરવા રક્ષાબંધને દેશભરમાં અનોખું અભિયાન, સુરત સહિત અન્ય રાજ્યોમાં હજારો રાખડીઓ મોકલાશે
    Next Article
    Junagadh News | સરદારબાગની ઐતિહાસિક તાજ મંઝિલનું સંગ્રહાલય ફરી ખુલ્લું મુકાયું | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment