Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહિશોને સાંજે પાણી મળ્યું નહીં:ખોખરામાં પાણીની લાઇનમાં ભંગાણથી કલાકો સુધી લાખો લીટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ

    1 day ago

    શહેરમાં એક તરફ પાણીની અછત અને પાણી બચાવવાના સરકારી અભિયાનો ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે ખોખરા વિસ્તારમાં હજારો લિટર પીવાનું પાણી ગટરમાં વહી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખોખરા સર્કલ નજીક આવેલા મ્યુનિસિપલ ગાર્ડનના મુખ્ય ગેટ પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં વહેલી સવારથી જ ભારે માત્રામાં પાણી બહાર આવવા લાગ્યું હતું. ભંગાણમાંથી ફુવારાની જેમ પાણી ઉછળીને રસ્તા પર ફેલાઈ ગયું હતું. ખોખરા મ્યુનિસિપલ ગાર્ડનથી લઈને સરકારી રુક્ષ્મણી હોસ્પિટલ સુધીના માર્ગ પર પાણીના રેલા વહેતા જોવા મળ્યા હતા. અંતે આ સમગ્ર પાણી સીધું ગટરમાં વહી જતાં કિંમતી પાણીનો મોટાપાયે વ્યય થયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણી વિતરણનો સમય પૂર્ણ થાય ત્યાં સુધી અંદાજે આઠ કલાક સુધી પાણી સતત વેડફાતું રહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે ઘટનાસ્થળથી માત્ર આશરે 400 મીટરના અંતરે મ્યુનિ.ની સબ-ઝોનલ કચેરી આવેલી હોવા છતાં પાણી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા નહોતા. પાણીનો આ બગાડ કેટલો ગંભીર? ખોખરામાં મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડતાં કલાકો સુધી હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. જો સમયસર ભંગાણનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આ પાણીનો ઉપયોગ સેંકડો પરિવારોની દૈનિક જરૂરિયાત પૂરી કરવા થઈ શક્યો હોત. નિષ્ણાતોના મતે પાણીનો વ્યય માત્ર આર્થિક નુકસાન જ નથી, પરંતુ પાણી શુદ્ધિકરણ, પમ્પિંગ અને વિતરણ પાછળ થતો જાહેર ખર્ચ પણ પાણી સાથે ગટરમાં વહી જાય છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આવાસ યોજનાની ત્રિપુટી બે ગુલ્લીબાજ-બેદરકાર તો એક ઉચાપતિયો, CCTV:સ્વાતિબેન તો બે દિવસ ફેસ સ્કેન કરીને જ ઘરે રવાના થયા, મેનેજરે કહ્યું-કામચોર સામે ખાતાકીય તપાસની માંગ કરી
    Next Article
    શું રશ્મિ ઠાકરે અને રાઉતને કારણે ફરી શિવસેના તૂટી?:એકનાથ શિંદેના એક ફોન કોલથી 6 સાંસદો બળવાખોર બન્યા; 3 MLC, 65 કોર્પોરેટરો આગામી ટાર્ગેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment