Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું રશ્મિ ઠાકરે અને રાઉતને કારણે ફરી શિવસેના તૂટી?:એકનાથ શિંદેના એક ફોન કોલથી 6 સાંસદો બળવાખોર બન્યા; 3 MLC, 65 કોર્પોરેટરો આગામી ટાર્ગેટ

    1 day ago

    14 જૂને ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીમાં સાંસદોની બેઠક બોલાવી. 9માંથી માત્ર 4 સાંસદ પહોંચ્યા. ત્યારે જ નક્કી થઈ ગયું કે પાર્ટીમાં મોટો બળવો થવાનો છે. 16 જૂને 6 સાંસદ દિલ્હી પહોંચ્યા અને 17 જૂને લોકસભા સ્પીકરને મળ્યા. આ જ દિવસે સમાચારો આવ્યા કે બે સાંસદ સંજય દીના પાટિલ અને ઓમપ્રકાશ નિંબાળકર 18 જૂને પાછા શિવસેના (ઉદ્ધવ જૂથ)ની સંસદીય બેઠકમાં જઈ શકે છે, પરંતુ સાંજે ડેપ્યુટી CM એકનાથ શિંદેએ ઝૂમ કોલ પર તમામ સાંસદો સાથે વાત કરી અને તેઓ શિવસેના (શિંદે જૂથ)માં વિલય માટે તૈયાર થઈ ગયા.’ સૂત્રો જણાવે છે કે શિંદેનો આ જ કોલ ટર્નિંગ પોઇન્ટ રહ્યો. શિંદેએ 6 સાંસદોને આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ અને ફ્યુચર સિક્યોર કરવાનો ભરોસો આપ્યો. તમામ સાંસદ આજે, એટલે કે 20 જૂને શિંદેને મળશે અને લેટર જાહેર કરીને જણાવશે કે તેમણે ઉદ્ધવની શિવસેના કેમ છોડી. સોર્સ જણાવે છે કે શિંદેનો આગામી ટાર્ગેટ ઉદ્ધવ જૂથના ત્રણ MLC અને BMCના 65 કાઉન્સિલર છે. 2 વાતો, જે ઉદ્ધવનો સાથ છોડવાનું કારણ માનવામાં આવી રહી છે 1. પાર્ટીમાં સંજય રાઉત અને ઉદ્ધવની પત્ની રશ્મિ ઠાકરેની દખલઅંદાજી. બળવાખોર સાંસદોના જણાવ્યા અનુસાર, સંજયનું નેતાઓ સાથેનું વર્તન યોગ્ય નથી, પરંતુ ઉદ્ધવ તેમના વિરુદ્ધ કંઈ સાંભળતા નથી. 2. સાંસદોને પોતાના સંસદીય ક્ષેત્રમાં કામ કરવા માટે ફંડ મળતું નથી. પાર્ટીના સર્વોચ્ચ નેતૃત્વને સમાધાન બેઠક કરવા અને ક્ષેત્રોનો પ્રવાસ કરવા માટે કહ્યું, પરંતુ કંઈ થયું નહીં. 40 મિનિટની વાતચીત, શિંદેનો સાંસદોને મેસેજ- તમારા માટે હંમેશા ઊભો છું શિવસેના સાથે જોડાયેલા સોર્સ જણાવે છે, ‘દિલ્હી પહોંચેલા ઉદ્ધવ જૂથના 6 બળવાખોર સાંસદ સતત એકનાથ શિંદેના સંપર્કમાં હતા. શિંદેએ આશરે 40 મિનિટ તેમની સાથે વાત કરી અને કહ્યું કે હું દરેક નિર્ણયમાં તમારી સાથે ઊભો છું.’ ’સાંસદોને સંસદીય ક્ષેત્રમાં વિકાસ માટે પૂરતા બજેટની સાથે આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટની ગેરંટી અને Y-કેટેગરીની સુરક્ષા આપવાનો ભરોસો આપવામાં આવ્યો. શિંદે સાથે વન-ટુ-વન વાત કર્યા પછી તમામ સાંસદોનો ઉદ્ધવ જૂથ છોડવાનો નિર્ણય વધુ મજબૂત થઈ ગયો.’ શું સંજય રાઉત અને રશ્મિ ઠાકરેની દખલઅંદાજીથી ફરી તૂટી પાર્ટી આના પછી અમે બળવાખોર સાંસદોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. બે સાથે વાત થઈ. હજી સાંસદો ઔપચારિક રીતે શિંદે જૂથમાં સામેલ નથી થયા, તેથી નામ સામે લાવવા નથી માંગતા. અમે બંને સાંસદોને પૂછ્યું કે ઉદ્ધવની પાર્ટીથી અલગ થવાનું સૌથી મોટું કારણ શું ફંડ ન મળવું છે. પહેલા સાંસદે જવાબ આપ્યો, 'ફંડ અમારો અધિકાર છે, પરંતુ તે પણ ભીખની જેમ મળે છે. જ્યારે ફંડ જ નહીં હોય, તો અમે શું કામ કરાવીશું. ફંડનો હિસાબ એવી રીતે લે છે કે જાણે ચોર હોઈએ.' બીજા સાંસદે કહ્યું, ફંડનું ઓડિટ કરવું યોગ્ય છે, પરંતુ પહેલા ફંડ તો જાહેર કરે. બીજી વાત પાર્ટી આપણી પણ છે, તેથી નિર્ણય લેવામાં આપણી પણ ભાગીદારી હોવી જોઈએ. ઘણી વખત લાગે છે કે અમે બહારના છીએ. પાર્ટી બસ ૩ લોકોની છે. કયા ત્રણ લોકો, શું ઉદ્ધવ, રશ્મિ અને સંજય રાઉત? જવાબ મળ્યો- ‘બધાને ખબર છે, હવે નામ લઈને શું ફાયદો.‘ અમે પૂછ્યું- પાર્ટીમાં નિર્ણયો કોણ લે છે? પહેલા સાંસદ જવાબમાં કહે છે, ‘બધાને ખબર છે, સંજય રાઉત પાર્ટીમાં સૌથી શક્તિશાળી નેતા છે. ઉદ્ધવ તેમના વિરુદ્ધ કંઈ સાંભળતા નથી. સંજય ઘણી વખત વિચાર્યા વગર કોઈને કંઈ પણ બોલી દે છે. અપમાનજનક ભાષા તો તેમની જીભ પર જ રહે છે.’ ’અમારા પાર્ટી છોડવાને લઈને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેવી ભાષાનો ઉપયોગ કર્યો, તે બધાએ જોયું. પછી મીડિયાને એવું પણ કહ્યું કે આ શબ્દોને કાપ્યા વગર ચલાવો. જે મીડિયા સામે આવું બોલી શકે છે, તે પાર્ટીની બેઠકોમાં કેવું બોલતો હશે.’ શું ઉદ્ધવની પત્ની રશ્મિ ઠાકરે પણ પાર્ટીના નિર્ણયોમાં દખલ કરે છે? જવાબ મળ્યો, ‘હા બિલકુલ, તેઓ દરેક નિર્ણયમાં સામેલ હોય છે. ઉદ્ધવ સુધી પહોંચવા માટે પહેલા તેમની પાસેથી જ પરમિશન (મંજૂરી) લેવી પડે છે. રશ્મિ ઠાકરે ભલે સામનાના એડિટર (તંત્રી) હોય, પાર્ટીમાં કોઈ પદ ન હોય, પરંતુ પાર્ટીમાં તેમનો દબદબો બરાબર છે.’ તેઓ આગળ કહે છે, ’આવી પાર્ટીમાં કોઈ કેમ રહેશે, જ્યાં અપમાન હોય, કામ કરવાની આઝાદી ન હોય. પાર્ટીમાં ચહેરો કોઈ અન્ય હોય અને પાર્ટી કોઈ અન્ય ચલાવી રહ્યું હોય?’ MP ફંડ જાહેર ન થવું સાંસદોની નારાજગીનું કારણ શિવસેના (UBT)ના સિનિયર લીડર પણ કન્ફર્મ કરે છે કે મહારાષ્ટ્રમાં ગેર-મહાયુતિ સાંસદોને ખુલીને કામ કરવા દેવામાં આવતા નથી. સાંસદોને મળતું 2 કરોડનું ફંડ સીધું તેમના એકાઉન્ટમાં જતું નથી. સાંસદે ક્ષેત્રના વિકાસ માટે કલેક્ટર પાસે પ્રોજેક્ટ જમા કરાવવો પડે છે, ત્યારે પૈસા રિલીઝ (જાહેર) થાય છે. કલેક્ટરના ફંડ પાસ કર્યા વિના સાંસદ ક્ષેત્રમાં કામ જ નહીં કરાવી શકે. જ્યારે કામ નહીં થાય, તો વોટ કેવી રીતે મળશે. પોતાનું રાજકીય ભવિષ્ય જોતાં 6 સાંસદો બાગી બની ગયા. 7મા સાંસદના બળવાખોર હોવાનો દાવો કેટલો સાચો ઉદ્ધવ ખેમા (UBT)ના સિનિયર લીડર અરવિંદ સાવંત જણાવે છે કે શિંદે જૂથની 6 નહીં 7 સાંસદો પર નજર હતી. રાજાભાઉ પ્રકાશ વાજેનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી. આને લઈને અમે રાજાભાઉ સાથે પણ વાત કરી, તો તેમણે કહ્યું- ‘મારો કોઈએ સંપર્ક કર્યો નથી. અરવિંદ સાહેબ પાસે આ માહિતી ક્યાંથી આવી, મને ખબર નથી.’ શું તમને પાર્ટીમાં ફૂટ થવાનો અંદાજો હતો? રાજાભાઉ કહે છે, ‘14 જૂનની બેઠકમાં મને લઈને માત્ર ત્રણ સાંસદ સામેલ થયા હતા. એક સાંસદ સંજય દીના પાટિલ વર્ચ્યુઅલી જોડાયા હતા. ત્યારે જ લાગ્યું હતું કે કંઈક તો ગડબડ છે કારણ કે આ સાંસદોએ ન જોડાવાની કોઈ માહિતી આપી ન હતી.' શું કોઈ સાંસદ સાથે વાતચીત દરમિયાન નારાજગી દેખાઈ. આના પર તેઓ કહે છે, ‘ના, હું પહેલીવાર MP બન્યો છું, તો કોઈ સાંસદ સાથે એવા ઘર જેવા સંબંધો નથી.’ તો માની લઈએ કે તમે ઉદ્ધવ જૂથમાં છો? જવાબ મળ્યો- 'હા, અત્યારે તો છું. એમ પણ હવે ફૂટ થઈ ગઈ છે, ફરીથી તોડવા માટે બે તૃતીયાંશ સાંસદો જોઈએ. હવે જવાનું થશે, તો અરવિંદ જીને પણ સાથે લઈને જ જઈ શકીશ. પણ અત્યારે હું ઉદ્ધવ જીની સાથે છું.' સંજય રાઉત અને રશ્મિ ઠાકરેની પાર્ટીમાં કેટલી દખલ છે? જવાબ મળ્યો- ‘સંજય રાઉત તો દખલ આપશે જ, રશ્મિ ઠાકરે પણ આપે છે. કોઈ બળવાખોર થાય છે, તો તેણે જવાના કારણો શોધવા પડે છે. મીડિયાને જવાબ જે આપવાનો હોય છે.‘ ઉદ્ધવની શિવસેનામાં બાળાસાહેબની વિચારધારા નથી એકનાથ શિંદેની સાથે 2023માં પાર્ટી છોડનારી MLC નીલમ ગોહરે કહે છે, ‘પાર્ટી કોણ ચલાવી રહ્યું છે, એ સવાલ નથી. સવાલ એ છે કે પાર્ટી ચાલી કેવી રીતે રહી છે? મેં બાલાસાહેબ ઠાકરે સાથે કામ કર્યું છે. ભલે કેટલાક મુદ્દાઓ પર મતભેદ રહ્યા હોય, પરંતુ તેઓ હિન્દુત્વના મુદ્દા પર NDAની સાથે હતા. હવે એ હાલત છે કે હિન્દુત્વ શિવસેના (UBT)નો મુદ્દો જ નથી.’ ધારાસભ્ય, સાંસદ હવે શું MLC અને કાઉન્સિલર તૂટવાનો વારો 2023માં પહેલા જ ઉદ્ધવની પાર્ટીમાંથી 3 MLC શિંદેની સાથે જઈ ચૂક્યા છે. હવે ઉદ્ધવ ઠાકરે સહિત 4 બચ્યા છે. સૂત્રોનું માનીએ તો 3 વધુ MLC તોડવાની સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે. આની આગેવાની પૂર્વ શિવસેના નેતા અને શિંદેની પાર્ટીમાં શિવસેના (UBT)માંથી ગયેલા MLC કરશે. સૂત્રએ જણાવ્યું કે શિવસેના (UBT)ના 2 MLC શિંદે જૂથના સંપર્કમાં છે. આગામી એક-બે મહિનામાં નવા સમીકરણો સામે આવી શકે છે. મહારાષ્ટ્રના સિનિયર જર્નલિસ્ટ (વરિષ્ઠ પત્રકાર) બ્રિજમોહન પાંડે કહે છે, ‘આવનારા સમયમાં ઓપરેશન ટાઈગર 3.0ના એંધાણ દેખાઈ રહ્યા છે. આમાં શિવસેના (UBT)ના 65 કાઉન્સિલરોમાં ફૂટ પડી શકે છે. કારણ માત્ર એક જ છે ફંડની અછત. મહારાષ્ટ્રમાં ગેર-મહાયુતિ કાઉન્સિલરોને 25 લાખ રૂપિયા પાર્ટી ફંડ તરફથી મળે છે. જ્યારે, મહાયુતિ સાથે જોડાયેલા કાઉન્સિલરોને 2થી 3 કરોડ રૂપિયા સુધી મળે છે.‘ ઉદ્ધવ સેનામાં બળવો ફડણવીસ પર પડી શકે છે ભારે મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. 2024માં સૌથી વધુ 13 બેઠકો કોંગ્રેસને મળી. BJP અને શિવસેના (UBT)ને 9-9, NCP (શરદ પવાર)ને 8 અને શિવસેના (શિંદે જૂથ)ને માત્ર 7 બેઠકો પર જીત મળી. NCP (અજિત પવાર) એક બેઠક જીતી શકી. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યો. આ રીતે શિંદેની શિવસેના પાંચમા નંબરે છે. ઉદ્ધવ જૂથના 6 સાંસદોના આવવાથી શિંદે અને કોંગ્રેસના સાંસદોની સંખ્યા બરાબર થઈ જશે. પોલિટિકલ એનાલિસ્ટ પાંડુરંગ મ્હસ્કે કહે છે, ‘NDAમાં BJPના 240 સાંસદ છે. તેના પછી 16 સાંસદ TDP અને 12 સાંસદ JDUના છે. બંગાળ ચૂંટણી પછી TMCના 20 સાંસદોના આવવાથી શિંદેનો દાવો થોડો નબળો પડ્યો હતો, પરંતુ UBTના 7 સાંસદોના આવવાથી શિંદેના સાંસદોની સંખ્યા 3 થઈ જશે. આ રીતે શિંદેની પાર્ટી NDAમાં ચોથા નંબરની પાર્ટી થઈ જશે.’
    Click here to Read More
    Previous Article
    રહિશોને સાંજે પાણી મળ્યું નહીં:ખોખરામાં પાણીની લાઇનમાં ભંગાણથી કલાકો સુધી લાખો લીટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ
    Next Article
    6 students at Gujarat’s Bhavnagar medical college suspended for ‘ragging juniors’

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment