Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિયમોનો અમલ નહીં કરવામાં આવે તો હાઈકોર્ટ જવાની ચીમકી:‘સુમુલના ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા ડિરેક્ટરોને ચૂંટણી લડતા રોકવા જરૂરી’

    4 days ago

    સુમુલ ડેરીની આગામી ચૂંટણી પહેલાં વર્ષ 2015થી 2020 દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કેસમાં જવાબદાર રહેલા ડિરેક્ટરોને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવા માંગ ઉઠી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને સુમુલના સભાસદ દર્શન નાયકે ચૂંટણી અધિકારી, રાજ્ય સરકાર અને સહકારી વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, સુમુલ ડેરીમાં આશરે 1000 કરોડના ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને નાણાકીય કૌભાંડો અંગે થયેલી તપાસનો 2000 પાનાંનો રિપોર્ટ સરકાર પાસે છે. આ અહેવાલ તાત્કાલિક મંગાવી તેની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો તપાસ અહેવાલમાં તત્કાલીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા જવાબદાર હોદ્દેદારો સામે ગંભીર ગેરરીતિઓનાં તારણો સામે આવે અને આવી વ્યક્તિઓ હાલની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તો ગુજરાત સહકારી અધિનિયમની જોગવાઈઓ મુજબ તેમને વર્ષ 2026ની સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ગેરલાયક ઠેરવવા જોઈએ. લાખો પશુપાલકો અને સભાસદોના હિતોની સુરક્ષા માટે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહેવી જરૂરી છે. ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલી વ્યક્તિઓને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે તો સહકારી સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    વીડિયો પતિને મોકલી દીધો એટલે મહિલા આત્મહત્યા કરવા નીકળી:અશ્લિલ વીડિયોથી સોશિયલ મીડિયા પર બ્લેકમેઇલ કરાતાં આપઘાત કરવા જતી મહિલાને પોલીસે બચાવી
    Next Article
    આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી:પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ મળસકે 5 મીમી વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment