Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ધોરણ-5ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી:ટ્યુશન મૂકવાના સમયે માતા ઘરે આવ્યા તો દીકરી લટકતી મળી, કારણ અકબંધ

    6 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ 5માં અભ્યાસ કરતી દીકરીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. માતાપિતા જ્યારે કામ માટે બહાર ગયા હતા ત્યારે જ પાછળથી માસૂમ દીકરીએ અંતિમ પગલું ભરી લીધું. આટલી નાની ઉંમરમાં બાળકીએ આપઘાત શા માટે કર્યો? તેનું કારણ અકબંધ હોય પોલીસે તપાસ શરૂ કરી છે. માતા-પિતા કામ પર ગયા'ને પાછળથી દીકરીએ આત્મહત્યા કરી લીધી સુરતના વરાછાની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિજય કુશવાહને સંતાનોમાં 3 દીકરીઓ અને 1 દીકરો છે. વિજય અને તેના પત્ની કામ પર ગયા હતા ત્યારે ચારેય બાળકો ઘર પર જ હતા. સાંજના સમયે બાળકોને ટ્યુશન જવાનું હોય તેઓને મૂકવા માટે માતા ઘર પર આવ્યા. પરંતુ, ઘરનો દરવાજો અંદરથી બંધ હોય અને ખુલતો ન હોય પાડોશીઓને બોલાવી તોડવામાં આવ્યો. કપડા સૂકવવાની દોરીમાં ચુંદડી બાંધેલી હાલતમાં દીકરી લટકતી જોવા મળી દરવાજો ખુલતા જ ધોરણમાં 5માં ભણતી રોલી કપડા સૂકવવાની દોરી પર લટકતી હાલતમાં જોવા મળી. બાળકીને તાત્કાલીક નીચે ઉતારવામાં આવી પરંતુ, ત્યાં સુધીમાં તેનો જીવ જઈ ચૂક્યો હતો. દીકરીએ આવું પગલું કેમ ભર્યું તે સમજાતું નથી- પિતા મૃતકના પિતા વિજયે જણાવ્યું કે, હું અને મારી પત્ની દરરોજની માફક કામ પર ગયા હતા. ચારેય સંતાનો ઘર પર જ હતા. અમારી ગેરહાજરીમાં દીકરીએ આવું પગલું શા માટે ભરી લીધું તે અમને સમજાતું નથી. આ સમાચાર પણ વાંચોઃ માતાના દુપટ્ટાથી જ 13 વર્ષીય પુત્રએ ગળેફાંસો ખાધો સુરતમાં 13 વર્ષીય પુત્રએ માતાના દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાંની ઘટના સામે આવી છે. ભાઈ-બહેન મસ્તી કરતા હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. જેનાથી માઠું લાગતા ભાઈએ પોતાના ઘરની બહાર સીડીની ગ્રીલ પર લટકીને જીવન ટૂંકાવ્યું હતું. પુત્રના આ અંતિમ પગલાથી સમગ્ર પરિવારમાં શોક છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ફરાર આરોપીને પોલીસે દબોચ્યો:પ્રોહિબિશન ગુનામાં 8 મહિનાથી નાસતો ફરતો આરોપી હજીરાથી ઝડપાયો, LCBની મોટી કાર્યવાહી
    Next Article
    Saharanpur Masjid Demolition मामले पर High Court ने Yogi Sarkar को दिया झटका | Akhilesh Yadav

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment