Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિસમિસ પોલીસકર્મી આકાશ પટેલ સામે વધુ એક FIR:વેપારી પાસેથી ₹50 લાખ પડાવ્યા બાદ પોરબંદર APMC ચેરમેનને પણ ચૂંટણી ટિકિટના નામે છેતરવાનો પ્રયાસ કર્યો

    6 hours ago

    ગાંધીનગરના સેક્ટર-21 વિસ્તારમાં સેવાભાવીના સ્વાંગમાં વેપારી પાસેથી છરીની અણીએ રૂ. 50 લાખની ખંડણી વસૂલવા મામલે ગુનો નોંધાયા બાદ હવે ડિસમિસ પોલીસકર્મી આકાશ લલિતભાઈ પટેલની વધુ એક ઠગાઈની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. ચૂંટણીમાં રાજકીય મદદ અને ટિકિટ અપાવવાના બહાને પોરબંદર APMCના ચેરમેન પાસેથી પણ રૂપિયા 50 લાખ પડાવવાનો પ્રયાસ કર્યાનીની ફરિયાદ ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સિનિયર નેતાના PAની ઓખળ આપી ફોન કર્યો, ગાંધીનગરમાં મળવા કહ્યું પોરબંદર જિલ્લાના બોરીચા ગામના રહેવાસી અને ખેતી તથા વેપાર સાથે જોડાયેલા 42 વર્ષીય લખમણભાઈ ભીમાભાઈ ઓડેદરા પોરબંદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે કાર્યરત છે. ગત 30 ઓક્ટોબરના રોજ તેઓ આદિત્યાણા ગામે સામાજિક પ્રસંગમાં હાજર હતા, ત્યારે બપોરના સમયે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને સિનિયર નેતાના પી.એ. તરીકે ઓળખાવી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી 2027ની ચૂંટણીમાં રાજકીય મદદ કરવાની ખાતરી આપી હતી અને બીજા દિવસે ગાંધીનગર આવી આકાશ પટેલને મળવા જણાવ્યું હતું. નંબર પ્લેટ વગરની કારમાં ફરિયાદીને તેડવા આવ્યો આ વાતચીત બાદ 31 ઓક્ટોબરના રોજ લખમણભાઈએ ગાંધીનગર આવીને આકાશ પટેલને વ્હોટ્સએપ કોલ કર્યો હતો. આકાશે તેમને નવા એમએલએ ક્વાર્ટરની બહાર બોલાવ્યા હતા, નંબર પ્લેટ વગરની ફોર-વ્હીલર કારમાં આવેલા શખસે પોતાની ઓળખ આકાશ પટેલ તરીકે આપી હતી. લખમણભાઈને કારમાં બેસાડીને તેણે પોતાને સિનિયર નેતાના પી.એ.નો માણસ ગણાવ્યો હતો. બાદમાં પી.એ.નું નામ આપી વિશ્વાસ કેળવી 2027નું ઈલેક્શન લડવું હોય તો હાલમાં રૂપિયા 50 લાખ આપવા પડશે, તેમજ ટૂંક સમયમાં પી.એ. સાથે મુલાકાત કરાવી આપશે તેમ જણાવ્યું હતું. શંકા જતા સિનિયર નેતાના PAને ફોન કર્યો ને ભાંડો ફૂટ્યો જોકે લખમણભાઈ હાલ આટલી મોટી રકમ ન હોવાથી ચાર-પાંચ દિવસમાં સગવડ કરીને મોકલી આપવાની વાત કરી ત્યાંથી નીકળી ગયા હતા. પોરબંદર પરત ફર્યા બાદ આકાશ પટેલે ફરીથી વ્હોટ્સએપ કોલ કરીને રૂપિયા 50 લાખની ઉઘરાણી કરી આંગડિયા મારફતે રકમ મોકલી આપવાનું કહેતા લખમણભાઈને શંકા ઉપજી હતી. તેમણે જે સિનિયર નેતાના પી.એ.નું નામ અપાયું, તેમનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, તેઓ આવા કોઈ આકાશ પટેલને ઓળખતા નથી અને આ સમગ્ર મામલાથી તદ્દન અજાણ છે. વેપારીનું અપહરણ કરી છરીની અણીએ 50 લાખ વસૂલ્યાની પણ ફરિયાદ ત્યારબાદ ખાનગી રાહે તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી આકાશ લલિતભાઈ પટેલ (રહે. સાણંદ, જિ. અમદાવાદ ગ્રામ્ય) અમદાવાદ શહેરમાં ડિસમિસ થયેલો પોલીસ કર્મચારી છે. અગાઉ પણ મોટા નેતાઓ તથા અધિકારીઓ સાથે ઘરોબો હોવાનો ડોળ કરી લોકો પાસેથી નાણાં પડાવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગાંધીનગરના સેક્ટર-21 એમ.એલ.એ. ક્વાટર્સ નજીક સેવાભાવીના સ્વાંગમાં આવી વેપારી ચિંતન દિનેશભાઈ પટેલને કાળા રંગની નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં બેસાડી છરીની અણીએ અપહરણ અને હત્યાની ધમકી આપી રૂપિયા 50 લાખની ખંડણી વસૂલી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    વેરાવળના વોર્ડ 5માં બાળકોને પોલિયોના ટીપાં અપાયા:રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ કાર્યક્રમ યોજ્યો
    Next Article
    ધોરડો-સફેદ રણના માર્ગે 42 એકમોની તપાસ:આરોગ્ય વિભાગે પીવાના પાણી, રસોડાં અને ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા ચકાસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment