Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓડિટ વિભાગનો ક્લાસ-2 ઓફિસર રૂ. 8 લાખની લાંચ લેતા ઝડપાયો:અમદાવાદથી જામનગર લાંચ લેવા પહોંચ્યોને ACBએ ટ્રેપ ગોઠવી કારમાંથી દબોચી લીધો

    7 hours ago

    અમદાવાદના નવરંગપુરામાં આવેલા ઓડિટ ભવનમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (ક્લાસ-2) તરીકે ફરજ બજાવતો વિનસકુમાર સાવરિયા જામનગરમાંથી રૂપિયા 8 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો. ફરિયાદીના IT રિટર્નની ક્વેરીનું નિરાકરણ આવી ગયું હોવા છતા ક્લોઝ થયેલા એસેસમેન્ટ ઓડિટને ફરીથી ન ખોલવા માટે લાંચની માગણી કરી હતી. જે બાબતે એસીબીનો સંપર્ક કરાતા જામનગરમાં છટકું ગોઠવી અધિકારીને તેની કારમાં જ લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ક્લોઝ થયેલા એસેમેન્ટ ઓડિટને ફરીથી ન ખોલવા બદલ લાંચની માગણી કરી ​આ કેસમાં ફરિયાદીની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વર્ષ 2024-25માં ભરવામાં આવેલા ઈન્કમટેક્સ રિટર્ન સંબંધિત ક્વેરીનું નિરાકરણ આવી ગયું હતું. તેમ છતાં, અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવન (પીડી સેન્ટ્રલ)ના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર સાવરિયાએ આ ક્લોઝ થયેલા એસેસમેન્ટ ઓડિટને ફરીથી ન ખોલવા માટે ફરિયાદી પાસે રૂ. 8 લાખની લાંચની માંગણી કરી હતી. ​લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ જામનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. જામનગર IT ઓફિસ નજીક કારમાં લાંચ લેતા ઝડપાયો આરોપી ઓડિટ ઓફિસરે ફરિયાદીને ​રૂપિયા આપવા માટે જામનગર-રાજકોટ હાઈવે રોડ પર, ઈન્કમટેક્સ ઓફિસની બાજુમાં અને ત્રિમંદિર જવાના સાઈનબોર્ડ નજીક કારમાં જ બોલાવ્યા હતા. જેથી એસીબીએ ઓફિસરને રૂપિયા લેતા રંગેહાથ ઝડપીને લાંચની રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારત સામે પાકિસ્તાનની ચોથ વિકેટ:નવાઝ અને સમદની 65 રનની પાર્ટનરશિપ તૂટી, રિંકુના જોરદાર થ્રોએ સફળતા અપાવી
    Next Article
    વેરાવળના વોર્ડ 5માં બાળકોને પોલિયોના ટીપાં અપાયા:રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ કાર્યક્રમ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment