Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીડિયો પતિને મોકલી દીધો એટલે મહિલા આત્મહત્યા કરવા નીકળી:અશ્લિલ વીડિયોથી સોશિયલ મીડિયા પર બ્લેકમેઇલ કરાતાં આપઘાત કરવા જતી મહિલાને પોલીસે બચાવી

    4 days ago

    સુરતના અમરોલી પોલીસ સ્ટેશનને એક માહિતી મળી મળી હતી કે ત્રીસેક વર્ષની મહિલા આત્મહત્યા કરવા જઇ રહી છે. જાણકારી મળતા જ સતર્ક પોલીસ ટીમ તરત જ મહિલાના ઘરે પહોંચી ગઈ. જોકે મહિલા ત્યાં મળી નહી. આથી પોલીસકર્મીઓ તાપી નદીના કિનારે પહોંચ્યા, અહીં મહિલા ભારે માનસિક તણાવમાં બેઠેલી મળી આવી. પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને આ મહિલાને નદીમાં ઝંપલાવી દે તે પહેલાં જ બચાવી લીધી અને પોલીસ સ્ટેશન લઇ આવ્યા. પોલીસે પૂછ્યું કે આત્મહત્યાનો નિર્ણય લેવાનું કારણ શું હતું, ત્યારે મહિલા ભાવુક બની ગઈ અને જણાવ્યું કે તેનો પતિ, તેણીની સાથે ગંભીર મારપીટ કરે છે. ઘટનાનું મૂળ કારણ જાણવા પોલીસે પતિને પૂછપરછ માટે બોલાવ્યો હતો. બ્લેકમેઇલ કરનારાને પકડવા માટે પોલીસ બિહાર ગઈ DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, ‘મહિલા આત્મહત્યા કરવા જઈ રહી હોવાની જાણકારી મળતાં જ અમારી ટીમે ઝડપી કાર્યવાહી કરીને તેનો જીવ બચાવ્યો. મહિલાની ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. આ વ્યક્તિએ કોઈ રીતે મહિલાનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને ત્યારબાદ મહિલાને બ્લેકમેઇલ કરાતી હતી.
    Click here to Read More
    Previous Article
    યાદીમાં 164 સ્કૂલોનો સમાવેશ:મહાપાલિકા દ્વારા ગેરકાયદે સ્કૂલો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનું શરૂ
    Next Article
    નિયમોનો અમલ નહીં કરવામાં આવે તો હાઈકોર્ટ જવાની ચીમકી:‘સુમુલના ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા ડિરેક્ટરોને ચૂંટણી લડતા રોકવા જરૂરી’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment