Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાદીમાં 164 સ્કૂલોનો સમાવેશ:મહાપાલિકા દ્વારા ગેરકાયદે સ્કૂલો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનું શરૂ

    4 days ago

    નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી ગેરકાયદે સ્કૂલો પર મહાપાલિકાએ કાર્યવાહી કરી હતી. વારંવાર નોટિસ બજાવવા છતાં છડેચોક ચાલતી આ સ્કૂલોને આંચકો આપતા પ્રશાસને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની શરૂઆત કરી હતી. આ કાર્યવાહીમાં એમ પૂર્વ વોર્ડની 37 સ્કૂલ સહિત મલાડ વિભાગમાં કેટલીક અનધિકૃત સ્કૂલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેથી શિક્ષણની હાટડી માંડનારી સંસ્થાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. મહાપાલિકા તરફથી આ વર્ષે ગેરકાયદે સ્કૂલોની યાદી જાહેર કરવામાં આવી હતી. એમાં મુંબઈમાં 164 ગેરકાયદે સ્કૂલોનો સમાવેશ હોવાનું જાહેર થયું. ગયા વર્ષે આ આંકડો 164 હતો. આ ગેરકાયદે સ્કૂલોને તાળા લગાડવા મહાપાલિકાના શિક્ષણ વિભાગ તરફથી નોટિસ બજાવવામાં આવી હતી. જો કે ફક્ત નવ સ્કૂલ બંધ થઈ. પ્રશાસનને આદેશને કોરાણે મૂકનાર આ સ્કૂલોને પાઠ ભણાવવા શિક્ષણ વિભાગે 11 જૂનના એમ પૂર્વ વોર્ડની એક સ્કૂલ પર ગુનો દાખલ કર્યો. એ પછી કાર્યવાહી ચાલુ રાખીને પ્રશાસને વોર્ડની 36 ગેરકાયદે સ્કૂલો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એ પછી મહાપાલિકાએ મોરચો મલાડ વિભાગ તરફ વાળ્યો અને કેટલીક સ્કૂલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ કાર્યવાહી આગળ પણ ચાલુ જ રહેશે એવી માહિતી પ્રશાસને આપી હતી. કાર્યવાહી દરમિયાન ગેરકાયદે સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓનું નુકસાન ન થાય એ માટે શિક્ષણ વિભાગ તરફથી મહાપાલિકા સહિત અનુદાનિત અને બિનઅનુદાનિત સ્કૂલોમાં પ્રિન્સિપાલે તરત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એવો આદેશ આપ્યો છે. વાલીઓએ પણ જાગૃત રહીને બાળકનો પ્રવેશ ગેરકાયદે સ્કૂલમાં લેવાનું ટાળવું એવી હાકલ પણ શિક્ષણ વિભાગે કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિવિધ વોર્ડના અધિકારી-કર્મચારીઓની ટીમ નિયુક્ત કરાઈ:મરાઠીમાં બોર્ડ ન હોય એવા 1124 દુકાનદાર પર કાર્યવાહી
    Next Article
    વીડિયો પતિને મોકલી દીધો એટલે મહિલા આત્મહત્યા કરવા નીકળી:અશ્લિલ વીડિયોથી સોશિયલ મીડિયા પર બ્લેકમેઇલ કરાતાં આપઘાત કરવા જતી મહિલાને પોલીસે બચાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment