Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવિધ વોર્ડના અધિકારી-કર્મચારીઓની ટીમ નિયુક્ત કરાઈ:મરાઠીમાં બોર્ડ ન હોય એવા 1124 દુકાનદાર પર કાર્યવાહી

    4 days ago

    દુકાનો અને વ્યવસાયિક આસ્થાપનાઓના બોર્ડ પર મરાઠી ભાષામાં લખાણ ફરજિયાત કરવા મુંબઈ મહાપાલિકાએ શરૂ કરેલી ઝુંબેશ વધુ તીવ્ર કરવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં મરાઠી ભાષામાં બોર્ડ ન લગાડનારા 1124 દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 14 મેથી 12 જૂનના સમયગાળામાં 35 હજાર 428 દુકાન અને વ્યવસાયિક આસ્થાપનાઓની તપાસ કરવામાં આવી. એમાંથી 34 હજાર 304 આસ્થાપનાઓમાં નિયમોનું પાલન કરીને મરાઠી ભાષામાં બોર્ડ લગાવનારા મળ્યો. બાકીના આસ્થાપનાઓને નોટિસ બજાવીને કાર્યવાહી કરવામાં આવી.છેલ્લા બે મહિનાથી ઉપમેયર સંજય ઘાડી અને કાયદા સમિતની અધ્યક્ષા દીક્ષા કારકરે શહેરની હોટેલ્સ, દુકાન અને આસ્થાપનાઓ પર મરાઠી બોર્ડ માટે કામ કર્યું છે. શહેરમાં નવ લાખથી વધારે આસ્થાપના છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર અને રાજ્ય સરકારના નિયમ અનુસાર દુકાનનું બોર્ડ મરાઠીમાં હોવું ફરજિયાત છે. નિયમનું પાલન ન કરનારા પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. આ ઝુંબેશ માટે મહાપાલિકાના વિવિધ વોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. શહેરની બજાર, વ્યવસાયિક સંકુલ અને મુખ્ય રસ્તાઓ પરના આસ્થાપનાઓની તપાસ કરવામાં આવી રહી છે. દરેક બોર્ડ મરાઠીમાં હોવાની હાકલ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હાઈ કોર્ટે કમિશનર પાસે એફિડેવિટ પર ખુલાસો માગ્યો:છેલ્લા 16 વર્ષથી રસ્તા પહોળા કરવામાં અતિક્રમણની અડચણ
    Next Article
    યાદીમાં 164 સ્કૂલોનો સમાવેશ:મહાપાલિકા દ્વારા ગેરકાયદે સ્કૂલો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનું શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment