Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરખાસ્ત પર ચર્ચા વખતે લીગલ વિભાગે દાવો કર્યો:વોર્ડ 16ની કચેરી ફરીથી ઘોંચમાં, ડભોઈ રોડ બાદ વાઘોડિયા રોડની જમીન પર પણ કોર્ટ કેસનો દાવો

    16 hours ago

    વોર્ડ 16ની નવી કચેરી માટે યોગ્ય જગ્યા નક્કી કરવાની પ્રક્રિયા ફરી વિવાદમાં સપડાઈ છે. ડભોઈ રોડ લક્કડપીઠાની જમીન પર કોર્ટ કેસથી અગાઉ યોજના અટકી હતી. હવે વાઘોડિયા રિંગ રોડ પર મનન પાર્ક સામેની પાલિકાની જમીન પર કચેરીની દરખાસ્ત પર ચર્ચા વખતે લીગલ વિભાગે આ જમીન કોર્ટ કેસ હેઠળ હોવાનું જણાવ્યું હતું. જોકે પદાધિકારીઓએ કેસ સંબંધિત લેખિત દસ્તાવેજો માગતાં લીગલ વિભાગ રજૂ કરી શક્યો ન હતો. સૂત્રો મુજબ બિલ્ડિંગ વિભાગ, ટાઉન પ્લાનિંગ અને સિટી એન્જિનિયર કચેરીએ વોર્ડ કચેરી બનાવવા હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. છતાં લીગલ વિભાગના જમીન પર કેસના દાવાથી સંકલનની બેઠકમાં નિર્ણય લેવાયો કે કોર્ટની પરવાનગી પછી કાર્યવાહીની સત્તા મ્યુ. કમિશનરને અપાઈ હોવાનો ઠરાવ કરાયો છે. સ્થાયી પૂર્વે મળેલી સંકલનની બેઠકમાં ચર્ચા મુજબ જમીનના 60 ટકા વિસ્તારમાં બિલ્ડરે બાંધકામ કરી દીધું છે, જ્યારે બાકીના 40 ટકા ભાગ પર કેસ દાખલ કરી પાલિકાને કચેરી બનાવતાં રોકવા પ્રયાસ થઈ રહ્યો છે. આ મુદ્દે ટાઉન પ્લાનિંગે બિલ્ડરની રજાચિઠ્ઠી રદ કરી શકાય તેવો અભિપ્રાય આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે પદાધિકારીઓએ રજાચિઠ્ઠી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, નવા સ્વિમિંગ પુલ સહિત 83.40 કરોડનાં 23 કામોને મંજૂરી સ્થાયીની મંજૂરી સ્થાયીએ 83.40 કરોડનાં 23 વિકાસ-વહીવટી કામ મંજૂર કર્યાં છે. જેમાં 62.39 કરોડનાં 9 કામનો સમાવેશ થાય છે. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનો બીજા તબક્કો, નવા સ્વિમિંગ પુલનું નિર્માણ અને નવાપુરાના સરદાર માર્કેટ ખાતે નવી કચેરીના પ્રોજેક્ટને લીલી ઝંડી અપાઈ છે. 18.63 કરોડના ઇજારા અને કોન્ટ્રાક્ટની નાણાકીય મર્યાદામાં વધારો, પાણી-ડ્રેનેજની ઇમર્જન્સી કામગીરીમાં 1.96 કરોડના ખર્ચ, જાહેર સંસ્થાને આર્થિક સહાય, જનસંપર્ક વિભાગના જાહેરાત ખર્ચને મંજૂરી અપાઈ છે. શેલ્ટર હાઉસ-સ્ક્રેપ હરાજીની સમિતિની નિમણૂક મુદ્દે સવાલ સ્થાયીની બેઠકમાં શેલ્ટર હાઉસની દેખરેખ માટે ચૂંટાયેલા સભ્યોની સમિતિ રચવાના નિર્ણય સામે સવાલો ઊઠ્યા હતા. શેલ્ટર હાઉસનું સંચાલન-દેખરેખની જવાબદારી વહીવટી તંત્રની છે. ચૂંટાયેલા પ્રતિનિધિની ભૂમિકા નીતિગત માર્ગદર્શન પૂરતી મર્યાદિત રહેવી જોઈએ. બીજી તરફ સ્ક્રેપની હરાજી માટે રચાયેલી સમિતિમાં સ્થાયીના 2 સભ્યોની નિમણૂક કરાઈ હતી. જોકે બંને સભ્યોએ પોતાની નિમણૂકના ઠરાવ પર સહી કરી હોવાથી પ્રક્રિયા બાબતે પ્રશ્નો ઊઠ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રદૂષણ મુક્ત પરિવહનને વેગ આપવા માટેનું પગલું:શહેરને વધુ 20 ઇ-બસ મળશે, આજે ગોત્રી ડેપોથી લોકાર્પણ થશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં રેસ્ટોરેન્ટ સહિત 10 સ્થળોએ ચેકિંગ કરાયું‎:ગુજરાત સરકારે પ્રતિબંધ લાધ્યા બાદ ફુડ વિભાગ દ્વારા એનાલોગ પનીર અને ચીઝના સેમ્પલ લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment