Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભારી સચિવ એમ. આઈ. પટેલે ડાંગમાં સમીક્ષા કરી:વિકાસકાર્યો અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ પર ભાર મૂક્યો

    1 day ago

    ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ એમ. આઈ. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસકાર્યો અને ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોની કામગીરી, વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિ અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન, વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને ભાવિ આયોજન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. પ્રભારી સચિવે શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, આયોજન, ડીજીવીસીએલ જેવા મુખ્ય વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષણ ક્ષેત્રની સમીક્ષામાં, તેમણે શાળા પ્રવેશોત્સવની સફળતા, શાળા છોડતા વિદ્યાર્થીઓના ઘટાડા, આરટીઈ હેઠળની પ્રવેશ પ્રક્રિયા અને નવી મંજૂર થયેલી શાળાઓ વિશે માહિતી મેળવી. આંગણવાડી કેન્દ્રોની કામગીરી, બાળવાટિકામાં પ્રવેશ, મમતા દિવસ અને પોષણ સંગમ કાર્યક્રમોની પ્રગતિની પણ સમીક્ષા કરી સૂચનો અપાયા. આરોગ્ય ક્ષેત્રે, પ્રભારી સચિવે 'ટીબી મુક્ત ભારત અભિયાન'ને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓ અને નાગરિકોને "નિક્ષય મિત્ર" બનવા આહવાન કર્યું. તેમણે ટીબીના દર્દીઓને દત્તક લઈને છ મહિના સુધી પૌષ્ટિક આહાર કિટ પૂરી પાડી તેમના સ્વાસ્થ્ય સુધારામાં યોગદાન આપવા અપીલ કરી. ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય, ડીજીવીસીએલ અને સિંચાઈ વિભાગ સાથે આગોતરા આયોજનની ચર્ચા થઈ. જિલ્લાના ડેમોની સ્થિતિ, નદી-નાળાઓની સફાઈ, પૂર જેવી સંભવિત પરિસ્થિતિઓ સામે જરૂરી સાધનસામગ્રી, દવાઓનો જથ્થો અને તાત્કાલિક કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરાઈ. પ્રભારી સચિવે ચોમાસા દરમિયાન જાનહાનિ કે પશુહાનિ ટાળવા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવા અને ડિઝાસ્ટર સંબંધિત માહિતી સમયસર લોકો સુધી પહોંચાડવા સૂચના આપી. જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારે પણ અધિકારીઓને નિર્ધારિત લક્ષ્યાંકો અનુસાર કામગીરી કરવા તાકીદ કરી. બેઠકના અંતે, આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સફળ આયોજન માટે પણ સૂચનાઓ અપાઈ. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એસ. ડી. તબીયાર, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હિમાંશુ ગામિત, જિલ્લા પોલીસ અધિક્ષક કે. આર. ડીમરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઊંઝા નગરપાલિકામાં ભાજપમાં મોટો ભડકો:કારોબારી ચેરમેન પદેથી હટાવાતા અનિતાબેન પ્રજાપતિની રાજીનામાની ચીમકી
    Next Article
    સસરા તાકી-તાકી જોતા પુત્રવધૂ અભયમ પહોંચી:સસરાએ કહ્યું હું તો વહુ પર નજર રાખું છું, કાઉન્સેલિંગ બાદ સમાધાન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment