Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઊંઝા નગરપાલિકામાં ભાજપમાં મોટો ભડકો:કારોબારી ચેરમેન પદેથી હટાવાતા અનિતાબેન પ્રજાપતિની રાજીનામાની ચીમકી

    1 day ago

    ઊંઝા નગરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે અને રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન તરીકે નિમણૂક પામેલા વોર્ડ નંબર 6 ના બિનહરીફ ચૂંટાયેલા મહિલા સદસ્ય અનિતાબેન પ્રજાપતિને અચાનક જ પદ પરથી હટાવી દેવામાં આવતા મોટો ભડકો થયો છે. પદ છીનવાઈ જતાં નારાજ થયેલા મહિલા સદસ્યે હવે પક્ષમાંથી રાજીનામું આપવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી દીધી છે. અનિતાબેનને હટાવી અલ્કેશ પટેલને કારોબારી ચેરમેન બનાવાયા ગત 19 મે 2026ના રોજ મળેલી ઊંઝા નગરપાલિકાની જનરલ સભામાં અનિતાબેન પ્રજાપતિને સર્વાનુમતે કારોબારી (સ્ટેન્ડિંગ કમિટી) ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ માત્ર એક જ મહિનામાં રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. 18 જૂન 2026ના રોજ મળેલી બેઠકમાં અનિતાબેનને પદ પરથી દૂર કરીને તેમની જગ્યાએ અલ્કેશભાઈ પટેલને નવા કારોબારી ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે. કોઈપણ યોગ્ય કારણ આપ્યા વિના હોદ્દા પરથી દૂર કરાતા અનિતાબેન ભારે નારાજ થયા છે અને જો તેમને આ હોદ્દો પરત નહીં મળે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે તેમ જણાવ્યું છે. ધારાસભ્યનો પક્ષનો બચાવ કરતા મોટો ખુલાસો આ હાઈવોલ્ટેજ વિવાદ અંગે ઊંઝાના ધારાસભ્યનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે. ધારાસભ્યે પક્ષનો બચાવ કરતા મોટો ખુલાસો કર્યો છે કે, અગાઉ પક્ષમાંથી જે મેન્ડેડ આવ્યા હતા તેમાં સામાજિક સંતુલન જળવાયું ન હતું. નગરપાલિકાના તમામ વર્ગો અને સામાજિક સમીકરણોને યોગ્ય રીતે જાળવી રાખવા માટે જ હોદ્દામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. લેખિતમાં ખુલાસો માંગ્યો બીજી તરફ, આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા અનિતાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેઓ વોર્ડ નંબર 6 માંથી વિજેતા બન્યા હતા અને પ્રથમ સભામાં તેમની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક થઈ હતી, પરંતુ બીજી જ સભામાં તેમનું નામ ગાયબ કરી દેવાયું છે. કયા કારણ કે હેતુસર તેમનું નામ હટાવીને અલ્કેશ પટેલની નિમણૂક કરાઈ તેનો તેઓ જવાબ માંગી રહ્યા છે. અનિતાબેને સી.કે. સાહેબ અને રાજગોર પાસે આ અંગે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. માત્ર એક જ મહિનામાં સર્જાયેલા આ રાજકીય ઘટનાક્રમે ઊંઝાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    આધારકાર્ડની કઢાવવા માંગતા લોકો માટે રાહત:રાજકોટની કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ હવે આધારકાર્ડની સેવા શરૂ થશે, કલેક્ટરે આપ્યા આદેશ
    Next Article
    પ્રભારી સચિવ એમ. આઈ. પટેલે ડાંગમાં સમીક્ષા કરી:વિકાસકાર્યો અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ પર ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment