Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસરા તાકી-તાકી જોતા પુત્રવધૂ અભયમ પહોંચી:સસરાએ કહ્યું હું તો વહુ પર નજર રાખું છું, કાઉન્સેલિંગ બાદ સમાધાન કરાયું

    1 day ago

    વડોદરા શહેરમાં એક પરિણીતાએ અભયમ 181 હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ કરી હતી કે, તેના સસરા સતત તેની પાછળ ફરીને તેને તાકી-તાકી જોઈને માનસિક હેરાનગતિ પહોંચાડે છે. ફરિયાદ મળતા અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. 'વહુ પર નજર રાખું છું' કહી સસરાએ બચાવ કર્યો અભયમની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાના પતિ વિદેશમાં નોકરી કરે છે અને મહિલા હાલમાં સાસુ-સસરા સાથે રહે છે. સાસુ ઘરકામ માટે બહાર જતાં હોવાથી મહિલા અને સસરા ઘણીવાર ઘરમાં એકલા રહેતા હતા. મહિલાના જણાવ્યા મુજબ, સસરા વારંવાર તે જ્યાં કામ કરતી હોય ત્યાં પાછળ ઊભા રહીને તેને જોયા કરતા હતા. આ અંગે પરિવારના અન્ય સભ્યો દ્વારા સમજાવટ કરવામાં આવી હોવા છતાં સસરા પોતાનું વર્તન યોગ્ય હોવાનું જણાવી “વહુ પર નજર રાખું છું” એવો બચાવ કરતા હતા. હવે હેરાનગતિ ન કરવાની લેખિત બાંહેધરી આપી આસપાસની મહિલાઓએ પણ અભયમ ટીમને જણાવ્યું હતું કે આરોપી સસરા પાડોશમાં રહેતી મહિલાઓના ઘરની બહાર જઈને પણ તેમને તાકી રહેતા હતા. ત્યારબાદ અભયમની ટીમે સસરાનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યું હતું કે કોઈપણ મહિલાને સતત તાકી રહેવું, તેની પાછળ ફરવું કે અસ્વસ્થતા અનુભવાય તેવું વર્તન કરવું સામાજિક અને કાયદાકીય રીતે અયોગ્ય છે. સમજાવટ બાદ સસરાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરે તેવી લેખિત બાહેધરી આપી હતી. જેના પગલે સ્થળ પર જ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પ્રભારી સચિવ એમ. આઈ. પટેલે ડાંગમાં સમીક્ષા કરી:વિકાસકાર્યો અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ પર ભાર મૂક્યો
    Next Article
    પાણીચોરી સામે મનપાની લાલ આંખ:વોર્ડ-11ના બે હાઈરાઇઝ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે પાણી ખેંચાતું હોવાનું ખુલ્યું, 2 લાખનો દંડ વસુલ્યા બાદ પાણી પુરવઠો શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment