Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો:ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન,આધુનિક કૃષિ પદ્ધતિઓથી અવગત કરાવાયા

    14 hours ago

    મહીસાગર જિલ્લામાં ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા તાલુકાના મોટા સોનેલા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને તેમને આધુનિક કૃષિ પદ્ધતિઓથી અવગત કરાવવાનો હતો. વડાપ્રધાનના 12 વર્ષના સુશાસન નિમિત્તે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન પુવારના અધ્યક્ષ સ્થાને તેનું આયોજન થયું હતું. પરિસંવાદની સાથે સાથે ખેડૂતોના માર્ગદર્શન માટે વિવિધ વિભાગો દ્વારા પ્રદર્શન સ્ટોલનું પણ આયોજન કરાયું હતું. આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે ખાસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આનાથી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આર્થિક ફાયદાઓનો પ્રત્યક્ષ અનુભવ થયો. કૃષિ ક્ષેત્રે કાર્યરત જુદા જુદા વિભાગોએ ખેડૂતોને સરકારી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિ ટેકનિક વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, જમીનની ફળદ્રુપતા જાળવવા અને માનવ સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી અપનાવવા આહવાન કર્યું. આ પરિસંવાદમાં પદાધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેની પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 112 આંગણવાડી કાર્યકરોના સામૂહિક રાજીનામા:પગારમાં વિલંબ અને નાસ્તાના બિલના નાણાં ન ચૂકવાતા રોષ, તંત્ર સામે વિરોધ નોંધાવ્યો
    Next Article
    VHP કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક હરિદ્વારમાં સંપન્ન:ચાર ઠરાવ પસાર કરાયા, ચોટીલાના મહંત પરિવારના મનસુખગિરિ ગોસ્વામીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment