Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોરેન કરન્સીમાં ટ્રેડિંગના નામે યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા:દવાના રો-મટિરિયલના વેપારના નામે બનાવટી સેમ્પલ મોકલી 1.12 કરોડ રૂપિયાની વેપારી સાથે ઠગાઈ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

    6 hours ago

    નાગરિકો સાથે હવે ટેકનોલોજી અને અલગ અલગ બહાના હેઠળ છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વેપારીને ગુજરાત મેટ્રોમોની સાઈટ પરથી મહિલાના નામે સંપર્ક કરીને દવાના રો મટીરીયલનો વેપારના બહાના હેઠળ બનાવટી સેમ્પલ મોકલી 1.10 કરોડ રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી. જ્યારે ક્રિપ્ટો કરન્સી અને ફોરેન કરન્સીમાં ટ્રેડિંગના નામે યુવક પાસેથી 16.53 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. દવાના રો મટીરીયલના વેપારના નામે છેતરપિંડી ન્યુ સીજી રોડ ઉપર અશોક આવાસ યોજનામાં રહેતા ઉત્તમભાઈ પરમાર જુના મશીનરીનો વ્યવસાય કરે છે. વર્ષ 2024માં ગુજરાત મેટ્રોમોની એપ્લિકેશન મારફતે સ્મિતા શેટ્ટી નામની મહિલાનો સંપર્ક થયો હતો. જે પોતે કેનેડા રહે છે અને નોવા મેડિકલ કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે તેવી ઓળખ આપી હતી. કંપની મેડિસિન બનાવે છે ત્યારે તેમને કંપનીના રો મટીરીયલનું વેપાર કરવા માટે જણાવ્યું હતું. ઉત્તમભાઈએ વેપાર કરવાની તૈયારી દર્શાવતા તેમને રો-મટીરીયલ બીજા વ્યક્તિ પાસેથી ખરીદી અને તેમની કંપનીને વધારે પૈસાથી વેચવા કહ્યું હતું અને એક વ્યક્તિનો ઈમેલ આપ્યો હતો. જ્યાં ઇમેલ ઉપર તેમણે સંપર્ક કરતા રો મટીરીયલનું સેમ્પલ આપવા કહ્યું હતું. 1.10 કરોડ રૂપિયા ભર્યાં બાદ સેમ્પલ ન મોકલ્યા ડોમેસ્ટિક સપ્લાયર અને રો-મટીરીયલ સપ્લાયરના નંબર આપ્યા હતા અને ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ તેમને પૈસા ભરાવતા સૌપ્રથમ 2.50 લાખ ભર્યાં હતા અને સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. જે બાદ વાતચીત કરી અને બીજા 50 સેમ્પલ મોકલવાની વાત કરી અને તેમની પાસે 2.50 લાખ પ્રતિ સેમ્પલ પેટે પૈસા આપવા કહ્યું હતું. આ રીતે તેમણે 1.10 કરોડ રૂપિયા બેંક એકાઉન્ટમાં ભર્યાં હતા અને ત્યારબાદ સેમ્પલ મોકલવામાં આવ્યો હતા. પરંતુ આ બનાવટી સેમ્પલ નીકળ્યું હતું અને સામેવાળી વ્યક્તિએ પણ ફોન બંધ કરી દીધો હતો. જેથી છેતરપિંડી થયાની જાણ થતા આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં તેમણે ફરિયાદ નોંધાવી છે. ફોરેન કરન્સીમાં ટ્રેડિંગ અને ક્રિપ્ટોના નામે રોકાણ કરાવ્યું મૂળ રાજસ્થાનના અને ઓઢવમાં મહેશ્વરી સોસાયટીમાં રહેતા તેમજ પંજાબ નેશનલ બેંકમાં નોકરી કરતા સુરેન્દ્ર માળીને અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને aurofx market નામની કંપનીમાંથી બોલતા હોવાનું કહીને ફોરેન કરન્સીમાં ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સીમાં ગોલ્ડ અને સિલ્વરના વિકલ્પ આપી અને ટ્રેડિંગ કરવા જણાવ્યું હતું. જેથી જીતેન્દ્રભાઈએ પોતે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમના ભાઈના પાનકાર્ડ આધારકાર્ડ સહિતની અલગ અલગ માહિતીઓ ભરી અને એપ્લિકેશન ચાલુ કરી હતી. તે એપમાં પ્રોફિટના મેસેજ બતાવતા હતા ત્યારબાદ તેમને અલગ અલગ સમયે આપેલા ક્યુઆર કોડમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. 46 લાખ એપમાં બતાવતા હતા, વીડ્રો ન થતા ફરિયાદ અલગ અલગ સમયે તેમણે પૈસા ભર્યાં હતા અને 46 લાખ રૂપિયા ટ્રેડિંગમાં બતાવતા હતા. જે પૈસા તેમણે ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઉપડતા ન હતા. ત્યારબાદ તેમણે રવિ શર્મા નામના વ્યક્તિના ફોન કરતા આટલી મોટી રકમ વીડ્રો કરવી હોય તો ડોલરમાંથી ભારતીય નાણામાં પૈસા કન્વર્ટ કરવા બીજા 5.53 લાખ ભરવા જણાવતા તેમને ભર્યા હતા અને ત્યારબાદ તેમણે વીડ્રો કરવાનો પ્રયત્ન કરતા થયા ન હતા અને બાદમાં તેમને બીજા 4.44 લાખ ભરવાનું જણાવતા સાયબર ફ્રોડ થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી ₹ 16.64 લાખ ભર્યાં હતા. જેમાંથી 11000 પરત આપી 16.53 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું ધ્યાન આવતા તેમણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    લખનઉમાં એર ઇન્ડિયા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ:વારાણસીથી ઉડાન ભરી હતી, કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાનું એલાર્મ વાગ્યું
    Next Article
    શીતળાકુંડ મંદિરે શીતળા સાતમે ભક્તોનું મહેરામણ ઉમટ્યું:1200 વર્ષ જૂના ઐતિહાસિક શીતળાકુંડ મંદિરે શીતળા સાતમે ઉમટી હજારો શ્રદ્ધાળુઓની ભીડ: મહિલાઓએ પૂજન-અર્ચન કરી પરિવારની સુખાકારી અને રોગમુક્તિ માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment