Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીતળાકુંડ મંદિરે શીતળા સાતમે ભક્તોનું મહેરામણ ઉમટ્યું:1200 વર્ષ જૂના ઐતિહાસિક શીતળાકુંડ મંદિરે શીતળા સાતમે ઉમટી હજારો શ્રદ્ધાળુઓની ભીડ: મહિલાઓએ પૂજન-અર્ચન કરી પરિવારની સુખાકારી અને રોગમુક્તિ માટે પ્રાર્થના કરી

    6 hours ago

    ​જૂનાગઢ શહેરમાં પવિત્ર શ્રાવણ માસની શીતળા સાતમ નિમિત્તે વર્ષો જૂની ધાર્મિક પરંપરા મુજબ અત્યંત આસ્થા અને શ્રદ્ધામય માહોલ જોવા મળ્યો હતો. આ પવિત્ર દિવસે જૂનાગઢના સુપ્રસિદ્ધ તથા પ્રાચીન શીતળાકુંડ ખાતે સ્થાનિક મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું. ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતા આ શીતળાકુંડ ખાતે દર વર્ષે આ દિવસે વાર્ષિક મેળો અને વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પરિવાર અને સંતાનોની સુખાકારી, દીર્ઘાયુષ્ય તથા શીતળા-અછબડા જેવા રોગોથી રક્ષણ મેળવવા માતાજીની ભાવપૂર્વક આરાધના કરી હતી. મહિલાઓએ રાંધણ છઠના દિવસે અગાઉથી તૈયાર કરેલી ઠંડી વાનગીઓ અને કૂલેરનો ભોગ ધરીને ધન્યતા અનુભવી હતી.​દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુ સંગીતાબેને જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે શ્રાવણ માસમાં શીતળા કુંડે દર્શનાર્થે આવે છે. રાંધણ છઠના દિવસે પૂરક આહાર, પૂરી, ફાફડા, મિષ્ઠાન અને શાક જેવી વાનગીઓ ટાઢી બનાવીને શીતળા માની પૂજા કરવામાં આવે છે. સાતમના દિવસે સવારે ટાઢા પાણીએ સ્નાન કરીને માતાજીને પ્રણામ કરી વ્યાધિઓથી રક્ષા અને ભૂલચૂકની ક્ષમા યાચના કરાય છે. આ દિવસે માતાજીની વાર્તા સાંભળીને આગલા દિવસનું ટાઢું ભોજન ગ્રહણ કરવાનો મહિમા છે. અન્ય શ્રદ્ધાળુ અંજલી જેઠવાએ જણાવ્યું હતું કે મોટી સાતમના દિવસે થેપલા અને પૂરી જેવી વાનગીઓનું ટાઢું ભોજન લેવાથી શીતળા માને ટાઢક મળે છે અને તેનાથી પરિવારમાં પણ શાંતિ અને ટાઢક જળવાઈ રહે છે, તેથી માતાજીને પ્રસન્ન કરવા હજારો શ્રદ્ધાળુઓ અહીં નતમસ્તક થાય છે. ​મંદિરમાં સેવા આપતા નારણભાઈ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ શીતળાકુંડ મંદિર આશરે 1000 થી 1200 વર્ષ જેટલું પ્રાચીન છે. આ પવિત્ર સ્થળ પર સ્વયંભૂ શંકર ભગવાનની મૂર્તિ તેમજ શીતળા માતાજી પ્રાગટ્ય રૂપે બિરાજમાન છે. શીતળા સાતમે અહીં હજારો બહેનો તથા નિઃસંતાન મહિલાઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને બાધા ઉતારવા આવે છે. ભક્તો માતાજીને ચાંદલા, શણગાર, ચુંદડી, કૂલેર અને નાળિયેર ચડાવીને ધન્યતા અનુભવે છે. ​આ અતિ પુરાતન મંદિરમાં શ્રાવણ મહિનાના ચારેય સોમવારે વિશેષ આયોજનો હાથ ધરાય છે, જેમાં અઢી હજાર જેટલા દીવડાઓની રોશનીથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઊઠે છે. શંકર બાપાને અવનવા આભૂષણોનો દિવ્ય શણગાર કરાય છે અને ગણેશ સ્થાપના પણ કરવામાં આવે છે. આમ, શ્રાવણ માસના સોમવાર અને સાતમના પાવન પર્વે હજારો ભક્તો સ્વયંભૂ પ્રગટ થયેલા શિવ-શક્તિના દર્શન કરી ધન્ય બને છે.
    Click here to Read More
    Previous Article
    ફોરેન કરન્સીમાં ટ્રેડિંગના નામે યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા:દવાના રો-મટિરિયલના વેપારના નામે બનાવટી સેમ્પલ મોકલી 1.12 કરોડ રૂપિયાની વેપારી સાથે ઠગાઈ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ
    Next Article
    અફરાંતફરી:મ.સ.યુનિ.ની હેડ ઑફિસમાં પ્રવેશેલા સાપે સ્ટાફને 30 મિનિટ દોડતો રાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment